તેજસ દવે/મહેસાણા : મહેસાણાના સોશિયલ મીડિયામાં ઊંઝાનું રાજકારણ ફરી ગરમાયું છે. તાજેતરમાં જ એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જેમાં આ વખતે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નામ પણ સામેલ છે. સોશિયલ મીડિયામાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ શંકરસિંહ વાઘેલા સાથે જોવા મળતા વાત ચર્ચાના ચગડોળે ચઢી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, શંકરસિંહ વાઘેલા અને નારાયણ પટેલ વચ્ચે મુલાકાત થઈ છે. આ મુલાકાત નારાયણ પટેલના ઘરે થઈ હતી. બંનેએ સાથે જમણવાર પણ કર્યો હતો. ઉંઝા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના ઘરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભોજન કર્યું છે એ તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. નારાયણ પટેલે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું કે, અમારી વચ્ચે 50 વર્ષની ગાઢ મિત્રતા છે. આ એક ઔપચારિક મુલાકાત હતી, અમારો જૂનો સંબંધ છે.


[[{"fid":"205031","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ShankarSinhs.JPG","field_file_image_title_text[und][0][value]":"ShankarSinhs.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ShankarSinhs.JPG","field_file_image_title_text[und][0][value]":"ShankarSinhs.JPG"}},"link_text":false,"attributes":{"alt":"ShankarSinhs.JPG","title":"ShankarSinhs.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


જોકે, આ મુલાકાત પાછળ સૂત્રોનું કહેવુ છે કે, આશા પટેલના ભાજપના જોડાયા બાદ નારાયણ પટેલ ભારે નારાજ છે. એપીએમસીની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેમાં તેમની 21 મંડળીઓ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવી છે, ત્યારે નારાયણ પટેલ આ મામલે નારાજ છે. તેથી શંકરસિંહ સાથેની મુલાકાતમાં કોઈ ખીચડી રંધાઈ હોય તેવું કહેવાઈ રહ્યું છે. આમ કહેવા જઈએ તો બે મિત્રો વચ્ચેની મુલાકાત હતી, પણ કહેવામાં આ મુલાકાત પાછળ અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે.