દૂધસાગર ડેરીનું સાગરદાણ કૌભાંડ! હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ
દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા.
મહેસાણા: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસ મામલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને મહેસાણા કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. સાક્ષી તરીકે હાજર રહેવા માટે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. શંકર સિંહ વાઘેલા અને મોઢવાડિયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્રો લખ્યા હતા.
દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. જેથી સરકારી વકીલની શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવાની અરજીન કોર્ટે ગ્રાહ્ય રાખી છે. જેથી 6 ઓક્ટોમ્બરે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા છે. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા.
ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા આપેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. 6 ઓક્ટોમ્બરના રોજ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા છે. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું, એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે હવે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના સાગર દાણ કેસ મામલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube