સિંહોના મોત મામલે શંકરસિંહ વાઘેલાએ સરકાર પર લગાવ્યો બેદરકારીનો આરોપ
પૂર્વ મુખ્યપ્રધાને મીડિયા સાથે વાત કરતા સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સિંહોનું ધ્યાન રાખવા માટે સરકાર આળસું છે.
ગાંધીનગરઃ અમરેલી જિલ્લાની દલખાણીયા રેન્જમાં એક પછી એક 16 સિંહોના મોતને લઈને રાજ્ય સરકાર સવાલોના ઘેરામાં છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહે આજે સરકાર પર હુમલો કર્યો હતો. સિંહોના મોતને લઈને બાપુએ સરકાર પર બેજવાબદારીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર બેદરકારી દાખવશે તો સિંહના મોત થતા રહેશે. આ સરકાર સિંહની સુરક્ષાને લઈને આળશું બની ગઈ છે. જો સરકાર સમયસર નહીં જાગે તો સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની વાતને પ્રોત્સાહન મળશે.
શંકરસિંહે ગુજરાતની અન્ય સ્થિતિને લઈને પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. બાપુએ ખેડૂતોની પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રૂપાણીની યોજનાને આડે હાથ લેતા પ્રહાર કર્યા હતા.
શંકરસિંહે કહ્યું કે, ખેડૂતોને ટેકાના ભાવ આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, સરકારની યોજનાનો લાભ ગરીબોને મળતો નથી. રાજ્યમાં શિક્ષણ ખાડે ગયં છે. શિક્ષકોના પગાર ન્યાયાધીશો કરતા પણ વધુ હોવા જોઈએ. તેમણે કહ્યું કે, શિક્ષણ પાસે માભ ભણાવવાનું જ કામ કરાવવું જોઈએ. ઓક્ટોબર સુધી એડમિશન ચાલે તેવી વિચિત્ર વ્યવસ્થા ક્યારેય જોઈ નથી. ખેડૂતોને છેતરવામાં આવે છે. ટેકાના ભાવે મગફળી ખરીદી તેમાં ઢેંફા નીકળે તે વાત સમજની બહાર છે.