અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ"માં "પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ" (પી.જી ડી.એમ) અને  "પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન કમ્યુનિકેશન મેનેજમેન્ટ(પી.જી ડી.એમ.સી)"ના વિદ્યાર્થીઓ માટે 8 મો પદવીદાન સમારંભ યોજાયો. આ પદવીદાન સમારંભમાં  વર્ષ 2017-19 બેચના 105 વિદ્યાર્થીઓને સમારંભના ચીફગેસ્ટ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બ્રાન્ડ મેનેજમેન્ટ ગુરુ અને લેખક સંતોષ દેસાઈ દ્વારા પદવી આપવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ "શાંતિ  બિઝનેસ સ્કૂલ"ના તમામ વિદ્યાર્થીઓનું  100% પ્લેસમેન્ટ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર આનંદ દેખાતો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે સંતોષ દેસાઈએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના સાથે  જણાવ્યુકે "હવેનો જમાનો મેનેજર્સનો નહિ ક્રીએટર્સનો છે, હાલના સમયમાં નવા બિઝનેસ સાહસો માટે આર્થિક ફંડ  કરતા વાસ્તવિક સ્તરે સાકાર કરી શકાય તેવા ઈમેજીનેશન અને નવા મજબૂત બિઝનેસ આઈડિયા મહત્વના છે અને આ પ્રકારના સાહસો માટે ફંડ સરળતાની ઉપલબ્ધ બને છે."


આ કાર્યક્રમમાં "દિશાંત વોરા' ને "બેસ્ટ સ્ટુડેન્ટ ઈન અકેડેમિક્સ"નો ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો, જયારે "ઝૈદ અહમદ ફારુકી"ને "સ્ટુડેન્ટ ઓફ ઘી યર"નો એવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ હાજર રહેલા "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના ગવર્નિંગ બોર્ડના ચેરમેન " બ્રિજમોહન ચિરિપાલ"  તેમજ  સંસ્થાના ડિરેક્ટર "ડૉ. નેહા શર્મા" એ  વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.