શરદ પુનમ નિમિત્ત ભાવેણાવાસીઓ ઊંધીયું પૂરી સાથે જીયાફત માણશે, જાણો શું છે ભાવ?
આજે ભાવનગરના લોકો લાખો રૂપિયાનું ઊંધિયું પૂરી તથા દહીવડાને આરોગી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ વખતે ઊંધિયું 280 થી 400 રૂપિયે કિલોના ભાવે વેચાણ થયું હતું.
નવનીત દલવાડી/ભાવનગર: આજે શરદપૂનમના પર્વે ખાણીપીણીનું એક અનેરું મહત્વ હોય છે. આજના આ પર્વે લોકો પોતાના ઘરે ઊંધિયા પૂરીની મોજ માણે છે સાથે મનભરીને દહીવડા આરોગે છે, ભાવનગરમાં ઠેર ઠેર ફરસાણની દુકાનોની બહાર ઊંધિયું, દહીવડાની ખરીદી કરવા લોકોની ભીડ જામી હતી.
આજે ભાવનગરના લોકો લાખો રૂપિયાનું ઊંધિયું પૂરી તથા દહીવડાને આરોગી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ વખતે ઊંધિયું 280 થી 400 રૂપિયે કિલોના ભાવે વેચાણ થયું હતું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 20% જેટલો ભાવ વધારો હોવા છતાં લોકો આ પર્વની ઉજવણી કરવા ભરપેટ ઊંધિયાની મોજ માણશે.
જ્યારે આજના ખાસ દીને અનેક જગ્યાઓ પર પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાત્રીના ચંદ્રના પ્રકાશમાં રાખેલા દૂધ પૌવાની પણ મોજ માણી લોકો શરદ પૂનમની ઉજવણી કરશે.
જુઓ આ પણ વીડિયો:-