રાંચીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાઈ રહી છે. મેચમાં ત્રણ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે અને ભારતીય ટીમ જીતથી માત્ર 140 રન દૂર છે. ભારતે મેચના ત્રીજા દિવસે શાનદાર વાપસી કરી હતી અને ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ભારતીય ટીમને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે અને ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 140 રન બનાવી લીધા છે. આ વચ્ચે અમદાવાદ પોલીસે રોહિત શર્માનો એક વીડિયો શેર કરી વાહનચાલકોને ખાસ સૂચના આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસે શેર કર્યો રોહિતનો વીડિયો
આ મેચમાં રોહિત શર્માનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સરફરાઝ કાન શોર્ટ લેગ નજીક ફીલ્ડિંગ કરવા જાય છે, ત્યારે સરફરાઝે હેલમેટ પહેર્યું નથી. પાછળથી રોહિત શર્મા  સરફરાઝને કહે છે- અરે ભાઈ અહીં હીરો નથી બનવાનું, હેલમેટ પહેરી લે. રોહિત શર્માની વાત સાંભળી બહારથી હેલમેટ મોકલવામાં આવે છે અને સરફરાઝ હેલમેટ પહેરે છે. 



હવે અમદાવાદ પોલીસે પણ રોહિત શર્માનો વીડિયો શેર કરી વાહનચાલકોને ટુ-વ્હીલર પર હેલમેટ પહેરવાની સલાહ આપી છે. અમદાવાદ પોલીસે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને અપીલ કરતા લખ્યું- એ... ભાઈ... ટુ-વ્હીલર પર હીરો નથી બનવાનું. હેલમેટ અવશ્ય પહેરો. મહત્વનું છે કે ટુ-વ્હીલર પર હેલમેટ પહેરવાને કારણે અકસ્માતના સમયે જીવ બચી શકે છે. પોલીસ દ્વારા પણ વારંવાર લોકોને હેલમેટ પહેરી ટુ-વ્હીલર ચલાવવાની સલાહ આપવામાં આવે છે. 


મેચમાં ભારત જીતથી 140 રન દૂર
રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 353 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઈિનિંગમાં 307 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે ત્રીજા દિવસે વિના વિકેટે 40 રન બનાવી લીધા છે.