ધોરણ-10માં રાજ્યના ટોપર બનેલા શાશ્વતે પરિવારનો ટોપર રહેવાનો ક્રમ જાળવ્યો
અમદાવાદ જિલ્લાનું ધોરણ 10નું 71.50% પરિણામ આવ્યું છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. 600માંથી 583 માર્ક મેળવીને 97.16% સાથે રાજ્યભરમાં શાશ્વત ઉપાધ્યાય પ્રથમ નંબરે આવ્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ જિલ્લાનું ધોરણ 10નું 71.50% પરિણામ આવ્યું છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. 600માંથી 583 માર્ક મેળવીને 97.16% સાથે રાજ્યભરમાં શાશ્વત ઉપાધ્યાય પ્રથમ નંબરે આવ્યો છે. શાશ્વતે પોતાના પરિવારના રસ્તે ચાલીને ટોપર રહેવાનો ક્રમ જાળવી રાખ્યો છે. તેના પરિવારમાં માતા-પિતા, બહેન, બા તમામ ટોપર્સ રહી ચૂક્યા છે. તો જાણીએ આ ટોપર પરિવારની કહાની...
ધોરણ-10 Result : A-1 ગ્રેડમાં આ 3 જિલ્લાનું સૌથી ખરાબ પર્ફોમન્સ
શાશ્વતના પરિવારની વાત કરવામાં આવે તો તેના પિતા ચિરાગ ઉપાધ્યાય પોતે ડોક્ટર છે. તો તેના માતા પૂર્વી ઉપાધ્યાય ગૃહિણી છે. શાશ્વતની બહેન શ્રુતિ સિવિલ હોસ્પિટલમાં MBBS બાદ MDનો હાલ અભ્યાસ કરી રહી છે. પણ, પરિવારના આ તમામ સદસ્યોને જોડતી એક બાબત એ છે કે, આ તમામ ટોપર્સ છે. શાશ્વતનો પરિવારનો દરેક સભ્ય તેમના અભ્યાસકાળ દરમિયાન ટોપર રહ્યો હતો. 90 ટકાથી વધુ પરિણામ લાવવું એ ઉપાધ્યાય પરિવારની પરંપરા છે. શાશ્વતના માતે પૂર્વી ઉપાધ્યાયે પણ 84 ટકા મેળવ્યા હતા.
રાજકોટ : પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની
ઘોડે બેસીને પરણવા જઈ રહેલા યુવકને ખબર ન હતી કે, તેની માતા હવે થોડા સમયની જ મહેમાન છે
બા પણ હતા ટોપર
આ સુશિક્ષિત પરીવારની વાત કરીએ તો, શાશ્વતના બા હાલ 84 વર્ષના છે. તેઓ ધોરણ-6માં અભ્યાસ કરતા હતા ત્યારે જ તેમના લગ્ન થયા હતા. પણ 1962માં ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં તેમણે શહેરમાં 8મો નંબર મેળવ્યો હતો. સમગ્ર પરિવાર જ જ્યારે અભ્યાસમાં આગળ જ રહ્યો છે, ત્યારે પિતા અને બહેન ડોક્ટર હોવા છતાં શાશ્વત પોતે એન્જિનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ કરીને દેશની સેવા કરવા માગે છે.