ઉત્તર ગુજરાતમાં નવરાત્રીની તૈયારીઓ, ખેલૈયાઓ ડાન્સ ક્લાસમાં જઈને શીખી રહ્યાં છે ગરબાના સ્ટેપ્સ!
ગત વર્ષે કાળમુખા કોરોનાને લીધે નવરાત્રીની ઉજવણી નહોંતી કરવામાં આવી. લોકોએ પોતાના ઘરે જ પૂજા આરતી કરીને નવરાત્રીનો પર્વ ઉજવ્યો હતો. ગરબાને મંજૂરી અપાઈ નહોંતી. આ વર્ષે સ્થિતિ પહેલાં કરતા સામાન્ય થઈ હોવાથી ગુજરાત સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. જેને કારણે ખેલૈયાઓમાં ગરબાની રમઝટ બોલાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. વાત કરીએ, ઉત્તર ગુજરાતની તો સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં હાલ શેરી ગરબાની તૈયારીઓ થઈ રહી છે. ખેલૈયાઓ પણ ડાન્સ ક્લાસમાં જઈને ગરબાની પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યાં છે.
શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: ગત વર્ષે કાળમુખા કોરોનાને લીધે નવરાત્રીની ઉજવણી નહોંતી કરવામાં આવી. લોકોએ પોતાના ઘરે જ પૂજા આરતી કરીને નવરાત્રીનો પર્વ ઉજવ્યો હતો. ગરબાને મંજૂરી અપાઈ નહોંતી. આ વર્ષે સ્થિતિ પહેલાં કરતા સામાન્ય થઈ હોવાથી ગુજરાત સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. જેને કારણે ખેલૈયાઓમાં ગરબાની રમઝટ બોલાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. વાત કરીએ, ઉત્તર ગુજરાતની તો સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં હાલ શેરી ગરબાની તૈયારીઓ થઈ રહી છે. ખેલૈયાઓ પણ ડાન્સ ક્લાસમાં જઈને ગરબાની પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છેકે, છેલ્લા ૨ વર્ષથી ખેલૈયાઓનો માનિતો તહેવાર બંધ છે અને ખેલૈયાઓ ગરબે પણ ગુમી રહ્યા નથી.કોરોના મહામારીને લઈને એક વર્ષ તો લોકો ઘરે જ બેસી રહ્યા તો હવે કોરોના ઓછો થતા ધીરે ધીરે સરકાર દ્રારા કેટલીક છુટછાટ આપવામાં આવી રહી છે ત્યારે નવરાત્રી ના તહેવારો ને ધ્યાને રાખીને આ વખતે સરકારે શેરી ગરબા અને ૪૦૦ જેટલા માણસોને છૂટછાટ આપી છે ત્યારે નવરાત્રી ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પોતાનો શોખ પુરો કરવા હાલ તો ડાન્સ ક્લાસિક માં ગરબા શીખી રહ્યા છે જે સ્ટોપ તેઓ પાર્ટીપ્લોટમાં તો નહિ પરંતુ શેરી ગરબા કે સોસાયટી માં રમીને પુરો કરશે.
સરકારે હાલ તો નવરાત્રી ના તહેવાર માટે ૪૦૦ લોકોને છુટ આપી છે તો આ ઉપરાંત શેરી ગરબા કે સોસાયટી ગરબા કરવા માટે પણ છુટ અપાઈ છે.હાલમાં હિંમતનગર ખાતે વિવિધ ગરબા ક્લાસિક ધુમ શરૂ થઈ ગયા છે અને ખેલૈયાઓ પણ મન મુકીને ગરબા ના વિવિધ સ્પેપ સીખી રહ્યા છે પરંતુ હજુ પણ ખેલૈયાઓને મન માં ઈચ્છા છે કે જો સરકાર થોડી વધુ છુટછાટ આપે તો પાર્ટી પ્લોટ કે અન્ય જગ્યાએ જઈને ગરબા રમી શકે.હાલ તો ખેલૈયાઓ જે સ્ટેપ શીખ્યા છે તે શેરી ગરબા કે સોસાયટી માં જ રમીને ઈચ્છા પુરી કરી શકશે. આમ તો સરકાર અન્ય કાર્યક્રમોને છુટ આપી રહી છે પરંતુ ગરબા ને પણ છુટ આપે તેવી તો ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે.જો સરકાર વધુ છુટ આપે તો આ સાથે સંકળાયેલ અનેક લોકોને પણ રોજગારી મળી શકે તો લોકો પણ મોજ થી ગરબે ગુમી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube