ભાવનગરમાં શેત્રુંજી ડેમ ફરી ઓવરફલો થતા 59 દરવાજા ખોલાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર આવેલો પાલિતાણાનો શેત્રુજી ડેમ આજે ફરી એક વખત ઓવરફલો થતાં ડેમના 59 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે
નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર આવેલો પાલિતાણાનો શેત્રુજી ડેમ આજે ફરી એક વખત ઓવરફલો થતાં ડેમના 59 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. શેત્રુજી ડેમ ઓવરફ્લો થવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે, તેમજ સિંચાઈ માટે પણ પાણીનો ઉપયોગ થતો હોય ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ભાવનગર જિલ્લા માટે જીવાદોરી સમાન ગણી શકાય તેવા ભાવનગર જિલ્લાના સૌથી મોટો ડેમ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર આવેલો શેત્રુંજી ડેમ ગત રાત્રીના સમયે ઓવરફલો થતાં રાત્રે 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જો કે પાણીનો પ્રવાહ વધવાના કારણે વહેલી સવારે તેમના 59 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અમરેલી તેમજ ધારી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે 5590 ક્યુસેક કરતા વધુ પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને 59 દરવાજા ખોલાતા હાલ તેમાંથી 5590 ક્યુસેક જેટલો પાણીનો જથ્થો વહી રહ્યો છે.
આ પણ વાંચો:- CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોણ યથાવત, કોનું કપાશે પત્તું અને કોને સ્થાન, જુઓ આ રહ્યું સંભવિત લિસ્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. શેત્રુંજી ડેમ માંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલનું મારફતે પાલીતાણા, તળાજા, મહુવા ઘોઘા તાલુકાના ગામડાઓમાં શેત્રુજી ડેમમાંથી પિયત માટે પાણી આપવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીમાં મબલખ આવક મેળવી શકતા હોય છે. શેત્રુંજી ડેમ ઓવરફલો થવાના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લોકો પણ શેત્રુંજી ડેમ નો નજારો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube