ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ:  કોરોનાકાળમાં સેમિનારની જગ્યાએ વેબિનારનું આયોજન થતું હોય છે. ZEE 24 કલાકએ પણ આવા જ એક કાર્યક્રમ શિક્ષા E-CONCLAVEનું આયોજન કર્યું. આ કાર્યક્રમ એવા વિદ્યાર્થીઓ માટે છે જેમણે ધોરણ 10 અને 12માની પરીક્ષાઓ તો પાસ કરી લીધી પરંતુ હવે આગળ શું? વિદ્યાર્થીઓના દરેક મૂંઝવતા પ્રશ્નોને વાચા આપવા માટે SIHMના સહયોગથી શિક્ષા E- CONCLAVE કાર્યક્રમનું આયોજન કર્યું. ટેલિવિઝનના ઈતિહાસમાં પ્રથમવાર આ રીતે કોઈ કાર્યક્રમનું આયોજન થયું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યક્રમના પ્રાસ્તાવિકમાં કહ્યું કે હવે પછી તમામ ક્ષેત્રોમાં આપણે આ જ પદ્ધતિ પ્રમાણે કામ કરવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી લોકડાઉન દરમિયાનની શિક્ષણની સ્થિતિ પર વાત
શિક્ષણમંત્રીએ આ પ્રકારના કાર્યક્રમના આયોજન બદલ ઝી 24 કલાકને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું કે હવે પછીનો સમય તમામ ક્ષેત્રોમાં આપણે આ જ પદ્ધતિ પ્રમાણે કામ કરવું પડશે. જીવન પદ્ધતિમાં બદલાવ આવશે. વ્યવહાર, જીવનશૈલીમાં બદલાવ આવશે. શિક્ષણ વિભાગમાં 16-17 માર્ચથી શાળા કોલેજો બંધ કરવાનો નિર્ણય કર્યો ત્યારથી મારા પરિવારમાં એક વિચાર આપ્યો કે આફ્ટર કોરોના બિફોર કોરોના શિક્ષણ જગત પર શું અસર થાય અને બીજો વિચાર અનાયસે કલ્પનાબહારનો જે સમય મળ્યો છે તેનો કેવી રીતે ઉપયોગ થાય, વાલીઓને રાહત થાય, વાલીઓને ધરપત રહે. તેની પાછળનો મારો ઉદ્દેશ આટલા લાંબા સમયગાળા દરમિયાન સાતત્યતા અને મહાવરો છૂટી જાય તો ફરી સાંધવામાં સમય જાય અને તકલીફ પડે. આથી પ્રાઈમરી અને ઉચ્ચ પ્રાયમરી તમામ પરિવારજનોને કહ્યું કે લોકડાઉન દરમિયાન શિક્ષણ જગતમાં ન તો લોકડાઉન છે ન તો શટડાઉન છે. 


વિદ્યાર્થીઓના સાતત્ય અને મહાવરામાં ભંગ ન પડે તે માટે પ્રાઈમરીનું એજ્યુકેશન, ઉચ્ચ માધ્યમિક, નીટ, વગેરેનું ધ્યાન રાખીને રાજ્યના નિષ્ણાંતો દ્વારા મટિરિયલ તૈયાર કરાવ્યું છે. આફતને અવસરમાં કેવી રીતે ફેરવવું. આ વ્યવહારમાં આ રીતે સફળતા મળશે તેની આશા નહતી. હવે આ પદ્ધતિ પ્રમાણે ટેવાવવું પડશે. કોઈ જોખમ અમે લઈશું નહીં. 


સવાલ: લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે સરકારે શું આયોજન કર્યું છે?


ભવિષ્યનું આયોજન તો કર્યું છે પરંતુ વર્તમાનનું પણ આયોજન કર્યું છે. વર્તમાનમાં વિદ્યાર્થી પોતાના ઘરેથી ભણી શકે તે માટે અમે 6 અઠવાડિયા સુધી દર શનિવારે લર્નિંગ મટિરિયલ પહોંચાડવાનું કામ કરીએ છીએ. આ મટિરિયલ ગાંધીનગરથી ડીપીઓ, ડીઓ, સીઆરસી, ડીઆરસી, આચાર્ય, શિક્ષક, વાલી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ. આખા અઠવાડિયા દરમિયાન તેમણે શું શું કરવાનું તે બધી વિગતો અમે પહોંચાડી છે, તે ઉપરાંત 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આમ તો આખા શિક્ષણ જગત માટે ઉપયોગી રહી છે તે ભાસ્કારાચાર્ય સ્પેસ ઈન્સ્ટિટ્યૂટમાં વંદે ગુજરાત નામની ચેનલ ચાલે છે, ત્યાં લોકડાઉન શરૂ થયું ત્યારે તરત જ ધોરણ 3થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 24 કલાક માટેની વ્યવસ્થા ઊભી કરી જે આજે પણ ચાલે છે અને આગામી દિવસોમાં પણ તે ચાલતી રહેવાની છે. આ સમય દરમિયાન અમે જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે જોડાયા ત્યાં કમી લાગી તે ભવિષ્યમાં સુધારવાની અમને તક મળી. વાલીઓ અને વિદ્યાર્થીઓનું મનોબળ ટકી રહે તે માટે અમે દરેક શિક્ષકને વ્યક્તિગત કહ્યું કે દરેક વાલીને ફોન કરીને બાળક શું કરે છે, આર્થિક સ્થિતિ કેવી છે, શું કરવાની જરૂરિયાત છે... આ વર્તમાનમાં અને તેનું ભવિષ્ય તૈયાર થઈ જાય એટલા માટે 1થી 12 માટેની આ વ્યવસ્થા કરી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે યુટ્યૂબ ચેનલ પર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના મુખ્ય વિષયોનું જાણકાર શિક્ષકો દ્વારા મટિરિયલ તૈયાર કરીને કામ ચાલી રહ્યું છે. એટલે માત્ર ભવિષ્ય જ નહીં વર્તમાનની સાથે ભવિષ્યને જોડીને અમે આખા શિક્ષણ જગતની ચિંતા કરી છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO