મૌલિક ધામેચા/અમદાવાદ: કુખ્યાત ગુનેગાર અને તાજેતરમા જ અમદાવાદના એક જમીન દલાલ પાસે ફોનથી 50 લાખની ખંડણી માગનાર શિવા મહાલિંગમ ઉર્ફે શિવો મુદલિયાર અમદાવાદમાં પોતાનું સામ્રાજ્ય જમાવવા અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. અગાઉ શિવો લુંટ ,હત્યા અને ફાયરિંગ જેવા અનેક ગંભીર ગુનાઓમાં પોલીસનાં હાથે ઝડપાઈ ચુકેલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં રોલ જમ્પ કરી ફરાર શિવા મહાલિંગમે જમીન દલાલ પાસે માગેલી ખંડણીની ઓડિયો ક્લિપ વાયરલ થતા લાગી રહ્યું છે કે શું ક્રિમીનલ હિસ્ટ્રીમાં ટોપ મોસ્ટ કરવા જઈ રહ્યો છે? કે અમદાવાદમાં પોતાનું સામ્રાજ્ય બનાવવા એક્શન મોડમાં આવ્યો છે ? નજર કરીએ શું છે શિવા મહાલિંગમની ક્રાઈમ કુંડળી?


અમદાવાદનો કુખ્યાત ગેંગસ્ટર કે જે હાલ પેરોલ જમ્પ છે તેવા શિવા મહાલિંગમે તાજેતરમાં જ જુહાપુરા વિસ્તારમાં જમીન દલાલીનું કામ કરતા યુવક પાસે રૂપિયા 50 લાખની ખંડણી માંગી છે. અને આ જમીન દલાલ જો બે દિવસમાં 50 લાખ નહિં આપે તો પરિવારને જાનથી મારી નાખીશ તેવી ફોન પર ધમકી આપી હતી. જેમાં પોલીસે આરોપી શિવાની ધરપકડ નહિ કરતા શિવાએ ફરિયાદી ઇસ્માઇલ મહોમદ શેખને ફોન પર ધમકી આપીને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું જણાવ્યું અને ખંડણીની રકમ 50 લાખથી વધારીને 2 કરોડ કરી દીધી હતી.


અમૂલે દૂધના ભાવમાં પ્રતિલીટરે કર્યો 2 રૂપિયાનો વધારો, હજી પણ વધશે કિંમત


ફરિયાદીએ શિવાને હજુ સુધી રૂપિયા નહીં ચુકવતા શિવા મહાલિંગમે ફરિયાદીને ધમકી આપી હતી. જોકે આ બનાવ બાદ લાગી રહ્યું છે કે, પોતાનું અમદાવાદમાં સામ્રાજ્ય જમાવવા ગુનેગારો બેખોફ રીતે ખંડણી માગી રહ્યા છે. શિવાએ નસરૂદ્દીન ઉર્ફે નાસિર નામના એક વ્યક્તિ પર એક વર્ષ પહેલા જ ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.  જે ગુનામાં તે જેલમાં હતો. 


થોડા દિવસ પહેલા તે પેરોલ પર બહાર આવ્યો હતો. અને તે ફરી જેલમાં હાજર ન થઇ પેરોલ જમ્પ કર્યો હતો. જો કે વેજલપુર પોલીસે આરોપી શિવા મહાલિંગમ સામે હાલ ફરિયાદ નોંધી શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે. જોકે ગુનાહિત ઈતિહાસ ધરાવતો શિવો મુદ્લીયાર 18 વર્ષની ઉમરે જ ક્રાઈમની દુનિયામાં પગ માંડી દીધો હતો.


સુરત : એરપોર્ટ પર વ્યક્તિએ એવી જગ્યામાં સોનુ છુપાવ્યું કે, કસ્ટમ અધિકારીઓ કાઢતા શરમાઈ જાય


નજર કરીએ શિવાની ક્રાઈમ કુંડળી પર



વર્ષ ગુનો પોલીસ સ્ટેશન
1997 હત્યાનાં પ્રયાસનો ગુનો અમરાઈવાડી પોલીસ સ્ટે.
1998 લૂંટ અને આમ્સએક્ટ નો ગુનો એલિસબ્રિજ પોલીસ સ્ટે.
1998 લૂંટનો ગુનો અમરાઈવાડી પોલીસ સ્ટે.
2000 ચોરીનો ગુનો અમરાઈવાડી પોલીસ સ્ટે.
2000 ચોરીનો ગુનો અમરાઈવાડી પોલીસ સ્ટે.
2001 હત્યાનો ગુનો અમરાઈવાડી પોલીસ સ્ટે.
2012 લૂંટની કોશિશનો ગુનો સરખેજ પોલીસ સ્ટે.
2014 આર્મસ એક્ટ ગુનામાં ક્રાઇમબ્રાંચ
2018 હત્યાનો ગુનો વેજલપુર પોલીસ સ્ટે.
2018 આર્મસ એક્ટ ગુનામાં ક્રાઇમબ્રાંચ
2019 ખંડણી અને ધમકીનો ગુનો વેજલપુર પોલીસ સ્ટે.

અગાઉ હત્યાના ગુનામાં ક્રાઇમબ્રાંચે શિવાની ધરપકડ પણ કરી હતી. પણ ત્યારબાદ શિવાએ જેલમાં જ પોતાનું સામ્રાજ્ય બનાવવાનું શરુ કર્યું અને જેલમાંથી જ  ખંડણી, હત્યા, ફાયરિંગ, ધાક ધમકી જેવા અનેક ગુનાને અંજામ આપ્યો હતો. ત્યારે સવાલએ થાય છે. અમદાવાદ પોલીસ રાજ્ય બહારનાં અનેક ગુનેગારોને ઝડપી પાડવામાં સક્ષમ માનવામાં આવે છે. તો અમદાવાદનાં નોટેરીયસ શિવાને કેમ નથી પકડી શકતી?