ખિસ્સામાં એક-બે ટામેટાં લઈને ફરવા નીકળી પડતા લોકોની હવે ખેર નથી : શિવાનંદ ઝા
આખા દેશની સાથેસાથે ગુજરાતમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે અને પોલીસ વારંવાર લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી રહી છે.
હિતલ પારેખ, ગાંધીનગર : આખા દેશની સાથેસાથે ગુજરાતમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે અને પોલીસ વારંવાર લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી રહી છે. જોકે હજી પણ કેટલાક લોકો પરિસ્થિતિની ગંભીરતા નથી સમજતા અને બહાર નીકળી પડે છે. પોલીસે હવે આવા લોકો સામે આકરા પગલાં ભરવાનું વલણ અપનાવ્યું છે. અમદાવાદમાં પોલીસે આજે રિલીફ રોડ પર જાહેરમાં કારણ વગર નીકળેલા લોકો પાસે ઉઠકબેઠક કરાવી હતી તો રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને સ્પષ્ટ ચીમકી આપી છે.
આજે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક-બે ટામેટાં લઈને બહાર નીકળે છે. હવે આવા ખોટા બહાના કરનારનું વાહન જપ્ત થશે. આ સિવાય કેટલાક નાગરિકો 100 અને 112 નંબર પર મદદ લઈ શકે. લોકો ઘરમાં જ રહેવાની માર્ગદર્શિકાનું પાલન કરવાને બદલે ક્રિકેટ રમે છે અથવા તો ફરવા નીકળી પડે છે. આ સાથે તેમણે પોલીસકર્મીઓને પણ ફરજ દરમિયાન મગજ શાંત રાખીને અને સંવેદનશીલ બનીને કામ કરે.
શિવાનંદ ઝાએ લોકોને અપીલ કરતા કહ્યું છે કે ગુજરાતમાં લોકો સહયોગ આપે તે ખુબ જરૂરી છે. વારંવાર પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું એ સારી બાબત નથી, પોલીસકર્મીઓ પણ મદદની ભાવનાથી કામ કરે એવી મારી અપીલ છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં સુરત અને વડોદરામાં પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે ત્યારે શિવાનંદ ઝાની અપીલ બહુ મહત્વની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube