હિતલ પારેખ, ગાંધીનગર : દિલ્હી નિઝામુદ્દીન તબલીઘ જમાતની મરકઝમાંથી આવેલા વધુ ત્રણ લોકોની ઓળખ કરવામાં આવી છે. આ ત્રણેય જમાતી ભાવનગરના રહેવાસી છે. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 130 લોકોની ઓળખ કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, હજી પણ ઘણા લોકો વસ્તુઓ લેવા જવાના બહાને બહાર નીકળી રહ્યાં છે. આ લોકો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ ભારે વાહનોને હેર-ફેરની તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં તબલીગી જમાતને કારણે કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે વાહન નંબર આધારે પોલીસ ટ્રેકિંગ કરશે અને આવશ્યક ચીજ વસ્તુના બહાને  લટાર મારવા જે લોકો નીકળે છે તેમના પર પગલાં લેવામાં આવશે. હવે પોલીસ વાહનોમાં પણ વિડીયોગ્રાફી શરૂ કરવામા આવશે તેમજ લોકડાઉનના સખત અમલ કરાવવા રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. 


શિવાનંદ ઝાએ હેલ્થ ચેકઅપ વ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું છે કે રાજ્યામાં 98000 જેટલા પોલીસકર્મીઓના હેલ્થ ચેકઅપ કરાયા છે અને બાપુનગરના શંકાસ્પદ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સિવાય ડ્રોન ફુટેજ આધારે 3080 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube