દિનેશ વિઠલાણી/ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાના એવા ગામમાં રહેતા 11 વર્ષીય શિવાંગ કંસારાએ ડબલ લાઈનમાં આલ્ફાબેટને એક મિનિટ અને 4 સેકન્ડમાં લખી રાષ્ટ્રીય સ્તરે દ્વારકાનું નામ ઉજાગર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા વરવાળા ગામે રહેતા અલ્પેશ કંસારાના પુત્ર શિવાંગ કંસારા માત્ર 11 વર્ષની વયે દ્વારકાને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. શિવાંગ કંસારા 11 વર્ષનો છે અને નાનપણથી જ કંઈક અલગ કરવા અને વલ્ડ લેવલે ખ્યાતિ મળે તે માટે કંઈક કરવાનું જુનુજ જાગ્યું હતું. ત્યારે 7 વર્ષની ઉંમરે શિવાંગને ડબલ લાઇન આલ્ફાબેટને લખવા માટે તેના પિતાને ધ્યાન દોર્યું હતું.


અમદાવાદમાં વહેલી સવારે વરસાદી માહોલ, ચાંદખેડા વિસ્તારમાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ


અલ્પેશ કંસારાએ તેના પુત્રને સતત પ્રોત્સાહિત કરી પ્રેરણા આપી હતી અને બાદમાં વર્ષ 2017 માં સાત વર્ષની વયે રાષ્ટ્રીય કક્ષાએ 3 મિનિટ અને સાત સેકન્ડમાં ડબલ લાઇન આલ્ફાબેટને લખ્યા હતા બાદમાં ભણવાની સાથે સાથે કઈક નવું કરવાના જૂનુનથી વધુ અલગ અને વધુ ઓછા સમયમાં ડબલ લાઇન આલ્ફાબેટને લખી શકે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા.


રડમસ અવાજે વૃદ્ધાએ કહ્યું- પૈસા હોય તો મારા દીકરા મને સાચવે, બાકી ભીખ માંગવા તરછોડી દે


શિવાંગ કંસારાએ એક મિનિટ અને 4 સેકન્ડમાં 26 અક્ષરો લખીને એક્સક્લૂઝિવ વલ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે અગાઉના તેના જ રેકોર્ડને તોડી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. શિવાંગ ક્યારે મોબાઈલમાં ગેઇમ્સ રમતો નથી અને સાથર જ અન્ય બાળકોને પણ મોબાઈલમાં ગેઇમ્સ ન રમવાની ના પાડે છે.


મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કાંડમાં ઇરાની શખ્સની ધરપકડ, હેરોઈન મામલે 9 વ્યક્તિની અટકાયત


સાથે સાથે કઈંક અલગ અને નવતર પ્રયોગ કરી અન્ય એક્ટિવિટી કરીને સમય પસાર કરે અને બાળકો સમયનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. ત્યારે શિવાંગ નવા નવા વિચારોથી પ્રેરાય તેમજ કશું કરી બતાવવાની સાથે નવું કરવાના જૂનુન ના કારણે ફરીથી દ્વારકા તેમજ જિલ્લા સહિત ગુજરાત ભરનું નામ રાષ્ટ્રીય કક્ષા એ રોશન કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube