બોરસદ : તળાવના ખોદકામમાં મળી આવ્યુ વિશાળ શિવલિંગ, લોકો દર્શન માટે દોડી આવ્યા
આણંદના બોરસદ નજીકના અલારસા ગામમા તળાવમાં માટી ખોદકામ દરમિયાન વિશાળ શિવલિંગ મળી આવ્યું છે. સ્વયંભૂ પ્રકટ શિવલિંગના દર્શન માટે ગામ લોકો ઉમટી પડ્યાં છે. તળાવમાં માટી ખોદકામ દરમિયાન શિવલિંગ આકારની કૃતિ મળી આવી, જેથી લોકોમાં શ્રદ્ધા જોવા મળી હતી.
બુરહાન પઠાણ/આણંદ :આણંદના બોરસદ નજીકના અલારસા ગામમા તળાવમાં માટી ખોદકામ દરમિયાન વિશાળ શિવલિંગ મળી આવ્યું છે. સ્વયંભૂ પ્રકટ શિવલિંગના દર્શન માટે ગામ લોકો ઉમટી પડ્યાં છે. તળાવમાં માટી ખોદકામ દરમિયાન શિવલિંગ આકારની કૃતિ મળી આવી, જેથી લોકોમાં શ્રદ્ધા જોવા મળી હતી.
આણંદના બોરદસદ તાલુકાના અલારસા તાબે અભેટાપુરા ગામ આવેલું છે. ગામમાં રેલવે કોરીડોર માટે કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે પાસેના તળાવમાં ખોદકામ દરમિયાન એક શિવલિંગ આકારની પ્રતિકૃતિ મળી આવી હતી. આ જાણ થતા જ મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતનું આકાશ રહસ્યોથી ભરેલું, અમરેલીમાં રહસ્યમયી કતારબંધ લાઈટ દેખાતા લોકો ગભરાયા
શનિવારના રોજ આ ઘટના બની હતી. શિવલિંગની વાત ગામમાં ફેલાતા લોકો એકઠા થઈ ગયા હતા. અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતુ. ખોદકામ દરમિયાન એક બાજુ વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકોએ પહેલા તેને વૃક્ષનુ મોટુ થડ સમજી લીધુ હતું. પરંતુ બાદમાં વરસાદ આવતા આ આકારમાંથી પાણી વહેલા લાગ્યુ હતું. અને શિવલિંગ જેવી પ્રતિકૃતિ દેખાવા લાગી હતી.
હાલ તો મોટી સંખ્યામાં લોકો અહી દર્શન કરવા આવી રહ્યાં છે. જોકે, આ બાબત પુરાતત્વ વિભાગની હોઈ તે અંગે વિભાગ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે. પરંતુ લોકો તેને આસ્થા સાથે સરકાવી રહ્યાં છે.