ચેતન પટેલ/સુરત :મહારાષ્ટ્રના રાજકીય સંકટનુ એપિ સેન્ટર સુરત બન્યુ છે. જેટલી ઉથલપાથલ હાલ મહારાષ્ટ્રમાં થઈ રહી છે, તેટલી જ સુરતમાં પણ થઈ રહી છે. કારણ કે, બાગી નેતાઓ મહારાષ્ટ્રથી વાયા સુરત થઈને ગુવાહાટી જઈ રહ્યા છે. ત્યારે વધુ એક શિવસેનાના ધારાસભ્યને સુરતથી ગુવાહાટી લઈ જવાયા છે. ધારાસભ્ય સંજય રાઠોડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ લઈ જવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્ય સંજય રાઠોડને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરતની લા મેરેડિયન હોટલથી સુરત એરપોર્ટ લઈ જવાયા હતા. સુરત એરપોર્ટ પર સંજય રાઠોડને કારમાં પોલીસ કાફલા વચ્ચે લઈ જવાયા હતા. ત્યારે સંજય રાઠોડને સુરતથી ગુવાહટી લઈ જઈ શકાય તેવી શક્યતા છે. સંજય રાઠોડને હોટલ રવાના કરાયા ત્યારે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમને ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગુવાહાટી લઈ જવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આજે ગુરુવારે વધુ બે ધારાસભ્યો સુરત આવશે અને તેમને પણ મોડી રાતે અહીથી ગુવાહાટી લઈ જવાશે તેવુ સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યુ છે. 


ઉલ્લેખનીય છે કે, સુરતની લા મેરિડિયન હોટલમાં શિવસેનાના હાલ એક ધારાસભ્ય રોકાયા છે. મોડી રાત્રે સુરત એરપોર્ટ પર અન્ય 4 ધારાસભ્ય આવ્યા હતા, જેઓને બારોબાર ગુવાહાટી લઈ જવાયા હતા. 



હાલ મહારાષ્ટ્રથી જે રીતે શિવસેનાના ધારાસભ્યોને સુરતની લા મેરેડિયન હોટલમાં લાવવામાં આવી રહ્યાં છે તે જોતા હોટલ અને એરપોર્ટ પાસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હોટલના કર્મચારીઓ પાસેથી તથા અન્ય લોકો પાસેથી પણ આઈકાર્ડ માંગવામાં આવી રહ્યા છે અને તેના બાદ જ પ્રવેશ આપવામા આવી રહ્યો છે.