* કોંગ્રેસના મહિલા નેતા જયશ્રીબેન ગાંધીના શહેર કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપ
* પ્રમુખ પ્રશાંત પટેલએ રૂપિયા લઈ ઉમેદવારને ટીકીટ આપી છે- કોંગ્રેસ કાર્યકર
* ગાંધી નહીં ચાલે, ગાંધી નહીં ચાલે કહી મને ટીકીટ ન આપી - જયશ્રી ગાંધી
* જયશ્રી ગાંધી ને કોંગ્રેસ એ 2005 માં 19 માંથી ટીકીટ આપી હતી જેમાં હાર થઈ હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા : ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમામ પક્ષો માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે. ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ ભાજપ કેડરબેઝ પાર્ટી હોવાનાં કારણે અસંતોષને ડામવામાં સફળતા મળી રહી છે. ત્યારે કોંગ્રેસમાં અસંતોષ સ્પશષ્ટ રીતે બહાર આવી રહ્યો છે. જેના કારણે ધારાસભ્યોનો આંતરિક અસંતોષ અને ટિકિટ મુદ્દે ખેંચતાણ જોવા મળી રહી છે. આ અંગે ઇમરાન ખેડાવાલા દ્વારા રાજીનામું પણ ધરી દેવાયું હતું. 


હાઇકમાન્ડને બાનમાં લેવાનો પ્રયાસ નિષ્ફળ જતા આખરે ઇમરાન ખેડાવાલાએ રાજીનામાનો ખેલ સંકેલી લીધો


કોંગ્રેસનાં અમદાવાદના પૂર્વ ઉપાધ્યક્ષ સોનલ પટેલની નારાજગી પણ સામે આવી છે. તેમની ટિકિટ કપાઇ જવાનાં કારણે તેમણે પણ કોંગ્રેસ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. તેમણે પણ કેટલાક કોંગ્રેસનાં ઉચ્ચ નેતાઓનાં નામ લઇને તેમના પર ટિકિટ સામે પૈસા વસુલવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે રાજકીય ગરમાગરમી વધી ગઇ હતી. અમદાવાદ કોંગ્રેસમાં પણ એક પછી એક તબક્કાવાર ધડાધડ રાજીનામાઓ પડી રહ્યા છે. તેવામાં વડોદરાથી પણ એક મહિલા દ્વારા ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. 


કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતી, MLA થી માંડી કાર્યકર્તાઓને ભારે અસંતોષ


વડોદરા મહિલા કોંગ્રેસનાં નેતા જયશ્રીબહેન ગાંધીએ શહેર કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. પ્રમુખ પ્રશાંત પટેલે રૂપિયા લઇને ઉમેદવારને ટિકિટ આપી હોવાનો કોંગ્રેસ કાર્યકરનો આરોપ. પટેલ ઉમેદવારને નાણા લઇને ટિકિટ ફાળવી દેવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. ગાંધી નહી ચાલે ગાંધી નહી ચાલે કહીને ટિકિટ ફાળવી દેવામાં આવી હોવાનો જયશ્રીબહેન ગાંધી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જયશ્રી ગાંધીને કોંગ્રેસે 2005માં ટિકિટ આપી હતી. જેમાં તેમની હાર થઇ હતી. પ્રશાંત પટેલે ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો કોંગ્રેસ કાર્યકરનો પ્રહાર. જો ગાંધીને ટિકિટ ન મળી શકે તેમ હોય તો રાહુલ અને સોનિયા ગાંધીને ટિકિટ આપવામાં આવવી ન જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube