ઝી બ્યુરો/સુરત: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શાળાનો શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપવાની જગ્યાએ દારૂ પીવાની સાથે સાથે દારૂ લેવા પણ વિદ્યાર્થીઓને મોકલતો હોવાનો ગામજનોએ આક્ષેપ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત, જાણો સમગ્ર લિસ્ટ


ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં દારૂ ના નશામાં હંમેશા ચૂર થઈ શાળાએ જતો શિક્ષક અંગે શાળા માં અભ્યાસ કરતા વિધાર્થીઓના વાલીઓએ ઉચ્છલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકની બદલી કરવા માટે રજૂઆત કરી હતી. રજુઆતમાં છેલ્લા 3 વર્ષથી શિક્ષક દ્વારા વર્ગખંડમા ભણાવવાની જગ્યા પર દારૂ પીને પડી રહેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.


કિંજલ દવેના મુખે ફરી સાંભળવા મળશે ‘ચાર ચાર બંગડી’ વાળું ગીત, કોર્ટે શું આપ્યો ચુકાદો


આ બાબતે તંત્ર દ્વારા શિક્ષક વિરૂદ્ધ કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. પરંતુ શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટનાને લઈ અહીં અભ્યાસ કરતા બાળ માનસ પર શી અસર પડતી હશે તે અંગેના ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે. આ મુદ્દે જવાબદાર અધિકારી ઝડપથી અને ન્યાયિક કાર્યવાહી કરે તેવી માંગ વાલીઓ દ્વારા ઉઠવા પામી છે. 


ગુજરાતની આ હોસ્પિટલમાં મોટી કરૂણાંતિકા! 5 મહિલાઓની સીઝેરિયન બાદ કિડની ફેલ, 2ના મોત