Heart attack risk : ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટ એટેકમાં રાજકોટ ટોચ પર 
108 ઈમરજન્સીના આંકડા અનુસાર, વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ 72 હજાર 573 કેસ નોંધાયા છે. જેમાં સુરત-વડોદરામાં 31 ટકા, રાજકોટમાં 42 ટકા અને અમદાવાદમાં 28 ટકા કેસ વધારો થયો છે. 42 ટકાના વધારા સાથે રાજકોટ ટોચ પર છે. સતત વધી રહેલાં હાર્ટ એટેકની ઘટના સામે ચિંતા વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ડૉક્ટર્સ સૂચના આપી રહ્યાં છે. 


અંબાલાલ પટેલે તો નવા વર્ષે વાવાઝોડાની કરી દીધી આગાહી : ફરી બધું તહેસનહેસ કરશે


સુરતમાં વધુ ચારના હાર્ટ એટેકથી મોત 
108 ના આંકડા અનુસાર, સુરતમાં હાર્ટ એટેકના કેસમાં 31 ટકાનો વધારો થયો છે. ત્યારે આજના અપડેટ અનુસાર, સુરતમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોને હાર્ટ એટેક આવ્યો છે. ચાર મહિના પહેલાં જન્મેલી બાળકીએ પિતા ગુમાવ્યા. સુરતમાં એક યુવકને ચા પીધા બાદ હાર્ટ એટેક આવ્યો હતો, તો અન્ય એકનું ફૂટપાથ પર ઢળી પડ્યા બાદ મોત નિપજ્યુ હતું. તો શહેરના પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં 35 વર્ષના સુનિલ બિરાડેને અચાનક જ છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા. પરંતું ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ તમામના મોતનું કારણ જાણી શકાશે. હાર્ટ એટેકના વધતા કિસ્સા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. 


ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા તેની આંકડા પર એક નજર કરીએ...


અંગદાન કરીને 20 મહિનાના ફુલ જેવા રિયાંશે દુનિયા છોડી, પરિવારે ભારે હૃદયે વ્હાલસોયાને વિદાય આપી


  • 2018માં 53,700 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2019માં 63,628 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2020માં 44,797 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2021મા 42,555 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2022માં 56,277 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2023માં 72,573 હૃદય રોગના કેસ નોંધાયા


2018માં હૃદય રોગના 53,700 કેસ હતા તેની સરખામણીએ વર્ષ 2023માં 35% વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં હૃદય રોગના કેસ પર નજર કરીએ. અમદાવાદમાં 21 496 કેસ, સુરતમાં 5408 કેસ, રાજકોટમાં 4910 કેસ, ભાવનગરમાં 3769 કેસ અને વડોદરામાં 3618 કેસ નોંધાયા છે.


108 ઈમરજન્સીએ આ આંકડાને લઈને એવું પણ અનુમાન લગાવ્યું છે કે, દર 7:30 મિનિટે એક વ્યક્તિને હૃદય રોગને લગતી બીમારી સામે આવી રહી છે. લોકોની બદલાતી ટેવ, ફૂડ, માનસિક સ્ટ્રેસ અને વધારે પડતું જીમ કરવાથી પણ હૃદય રોગનો હુમલો આવી શકે છે.


કેડિલાના રાજીવ મોદીએ યુવતીઓને રાખવા ખાસ પિંક હાઉસ બનાવ્યુ હતું, આવો છે આલિશાન ફાર્મ હાઉસનો અંદરનો નજારો