ગુજરાતી યુવકનું કંપાવનારું મોત; કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કરૂણ મોત
વિદેશમાં વધુ એક ગુજરાતીનુ મૃત્યુ થયું છે. નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કમકમાટી ભર્યું મોત થયાના સમાચાર સામે આવ્યા છે, કેનેડાના ટોરેન્ટો વિસ્તારમાં આવેલા ટાઉનહાઉસમાં ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી.
ઝી બ્યુરો/નવસારી: વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. કેનેડામાં આવેલા ટોરેન્ટો વિસ્તારમાં આવેલા ટાઉનહાઉસ ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં એક દુર્ઘટના બનતા એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું મોત થયું છે.
કેનેડામાં એમના ઘરનાં ગેરેજમાં મુકેલ કાર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતા ઘટના બની હતી. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. ઘટનામાં કુલ છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાં નવસારીમાં રહેતા એક વિદ્યાર્થીનું મોત થયું છે. ઘટના અંગે કેનેડાની સ્થાનિક ન્યુઝ ચેનલે અહેવાલ પ્રસારિત કર્યો હતો.
કેનેડામાં ગુજરાતીનું મોત
નવસારીના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું કેનેડામાં એમના ઘરનાં ગેરેજમાં મુકેલી કારમાં મત્યું થયું છે. કાર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતા આ દુર્ઘટના ઘટી હતી. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. ઘટનામાં કુલ છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં નવસારીના એક વિદ્યાર્થીનું મોત થયું છે.