શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ નજીક જમીન બાળકી દાટેલ હાલતમાં મળી આવી હતી ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. નાજુક બાળકીને વેલ્ટીનેટર ઉપર રાખવાની જરૂરિયાત જણાઈ છે.ઉપરાંત નિષ્ણાત ડોક્ટર પણ વડનગરથી બોલાવી લેવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠા ગાંભોઈ નજીકથી જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવેલી બાળકીની સ્થિતિ ગંભીર છે. તો આજે સવારે બાળકીને ઇન્ફેકશન વધતાં રિપોર્ટ કરાવી નિષ્ણાત તબીબ ટીમ દ્વારા દેખરેખ રાખવાંમાં આવી રહી છે. સવારે ખેંચ આવતા બાળકીને તાત્કાલિક ધોરણે વેન્ટીલેટર ઉપર મુકવામાં આવી છે. અધુરા માસે જન્મ થયો હોઇ સાત માસનો ગર્ભ અને એક કિલો વજન ધરાવે છે તો બાળકીની સ્થિતિ જોતા રક્તકણ અને શ્વેતકણ પણ આપવામાં આવ્યા છે.



નવજાત બાળકી માટેના હાલ તો નિષ્ણાત ડોક્ટરને વડનગર સિવિલથી બોલાવી લેવામાં આવ્યા છે. બાળકી માત્ર એક જ કિડની પર જીવન સાથે લડાઈ લડી રહી છે.આ દરમિયાન મગજ સહિત બ્લડમાં પણ ઇન્ફેક્શનની સ્થિતિ સર્જાતા આગામી 72 કલાક સુધી બાળકીની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. 


જોકે હિંમતનગર સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ આ મામલે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હિંમતનગર સિવિલ માં નિષ્ણાત ડોક્ટર ન હોવાથી સરકારમાંથી માંગણી કરાઈને વડનગર ખાતેથી નિષ્ણાત ડોક્ટર ને અહિ બોલાવવાની ફરજ પડી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube