Gujarat Highcourt અમદાવાદ : એક દીકરી માટે તેના પિતા ભગવાન સ્વરૂપ હોય છે. એક દીકરી માટે દુનિયાનો સૌથી સલામત પુરુષ એટલે પિતા. પરંતુ જ્યારે પિતા જ હેવાનિયત પર ઉતરી આવે ત્યારે શું થાય. ગુજરાતને અને પિતા-દીકરીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો ગુજરાતમાં બન્યો છે. કોઈ વિચારી પણ ન શકે કે, એક પિતાને તેની જ સગી દીકરી સાથે લગ્ન કરવા હતા. આ કિસ્સો સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઈકોર્ટે એક અતિ મહત્વના અને સીમાચિહ્નરૂપ ચૂકાદામાં ઠેરવ્યું છે કે બળાત્કાર એ સમાજની કાળી વાસ્તવિકતા છે. જે સ્ત્રીના આત્માને બરબાદ કરી નાખે છે અને તેના સ્વાભિમાનને તોડી નાંખે છે. થોડા ઘણા અંશે તેની જીવવાની આશા પર પાણી ફેરવી નાખે છે. માત્ર 12 વર્ષ અને 7 માસની દીકરી સાથે કુકર્મ કરનાર પિતાની જામીન અરજી પર આજે હાઈકોર્ટ જબરદસ્ત બગડી હતી. પિતા પુત્રીના સંબંધોને શર્મશાર કરતા આ કેસમાં આરોપી પિતાની  જામીન અરજી જસ્ટીશ સમીર જે દવે એ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. 


મહિલાઓ ખુદના ઘરમાં પણ સુરક્ષિત નથી 
જસ્ટિસે નીરીક્ષણ કરતાં જણાવ્યું કે, સમાજમાં વ્યકિગત નૈતિક મૂલ્યોનું સ્તર એટલી હદે નીચે જતુ રહ્યું છે કે, રોજબરોજ આપણને આ પ્રકારના સમાચાર સાંભળવા મળી રહ્યા છે ત્યારે આપણું મન અને આત્મા ધ્રુજી જાય છે. આપણને એવું કહેવાની જાણે આદત પડી ગઇ છે કે, મહિલાઓ  ઘરની બહાર સુરક્ષિત નથી પરંતુ કેટલાક ના કિસ્સામાં તો તેઓ પોતાના ખુદના ઘરમાં તે પણ સુરક્ષિત નથી. ભગવાનની સુંદર નો રચનાનું પ્રતિક એવું બાળક જયારે ખુદ તેના પિતા દ્વારા જ તેના ક્ષણિક જાતીય ને જરૂરિયાત માટે પીંખી નંખાય તે અત્યંત ધૃણાસ્પદ કૃત્ય છે.


આ પણ વાંચો : 


નલિયાએ સૌથી વધુ ઠંડુગાર રહેવાનો રેકોર્ડ તોડ્યો, 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે થીજ્યું


માત્ર નલિયામાં જ ઠંડીનો પારો સાતમા આસમાને પહોંચે છે, કેમ? એક્સપર્ટે જણાવ્યા કારણ


જયારે સંબંધો આ પ્રકારે શર્મસાર થાય છે ત્યારે કોઇપણ સંબંધમાં પવિત્રતા અને માન્યતાને ખતમ કરી નાંખે છે. એક  પુત્રી પોતાના પિતા તરફ એવી આશા રાખતી હોય છે કે, બહારના રાક્ષસોથી તેના પિતા તેનું રક્ષણ ક૨શે પરંતુ જયારે આ રક્ષક જ તેનો ભક્ષક બન્યો હતો.


દુષ્કર્મ આચરી પિતા-પુત્રીના સંબંધોને લજવતા પિતાના જામીન હાઇકોર્ટે ફગાવી દીધા
હાઇકોર્ટે ચુકાદામાં નોધ્યુ હતુ કે, માત્ર ૧૨ વર્ષ ૭ મહિનાની કુમળી વયન પીડિત બાળકીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ૨૫ દિવસ પહેલાના બનાવમાં તેના પિતાએ તેના હાથ દોરડા વડે બાંધી દીધા હતા અને મોંઢુ કપડા વડે બંધ કરી દીધુ હતું. ત્યારબાદ આરોપી પિતાએ તેનું ફ્રોક ઉંચુ કરી તેની છાતી પર ગંદી રીતે હાથ ફેરવ્યા હતા. આમ, પોલીસ રિપોર્ટ પરથી આરોપી વિરૂધ્ધ પોક્સો એકટ હેઠળનો ગંભીર ગુનો પ્રથમદર્શનીય રીતે પુરવાર થાય છે. પિતા ખુદ પોતાની કુમળીવયની પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો


આરોપીએ બધાની હાજરીમાં જણાવ્યું કે, તે પીડિત બાળકી કે જે તેની સગીર પુત્રી છે, તેની સાથે લગ્ન કરવા માંગે છે. પત્નીએ ખુલાસો કર્યો હતો કે, ૨૫ દિવસ અગાઉ પણ આવો બનાવ બન્યો હતો, આરોપીએ તેની પીડિત બાળકી સાથે એ વખતે પણ જાતીય શોષણ કર્યું હતું અને જો આ બનાવની કોઇને જાણ કરશે તો આખા કુટુંબને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી, જેને પગલે ફરિયાદી પત્નીએ આરોપી પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે, સામાન્ય શબ્દોમાં વર્ણન કરવું પણ અશકય છે. આ આઘાત માત્ર બાળકના સામાન્ય વિકાસનો નાશ કે શર્મસાર નથી કરતો પરંતુ તેના સમગ્ર અસ્તિત્વને  તહસનહસ કરી નાંખે છે. પુત્રી પોતાના પિતાને તેણીના સન્માન અને ગરિમાને લઇ હંમેશા એક ઢાલ તરીકે જોતી હોય છે અને સંબંધો શર્મશાર થયા છે. આ કેસમાં હાઈકોર્ટ જબરદસ્ત બગડી હતી.


આ પણ વાંચો : ગુજરાત ઠંડુગાર: ગિરનાર-પાવાગઢમાં રોપવે બંધ, હવામાન વિભાગની ધ્રુજાવી નાખે તેવી આગાહી