અમદાવાદ : અમદાવાદમાં તબીબી બેદરકારીના કારણે એક દર્દીના મોતની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં શ્યામલ ચાર રસ્તા પર આવેલી મેડિલિન્ક હોસ્પિટલમાં દાખલ કરાયેલા 55 વર્ષીય વિઠ્ઠલ રાદડિયાનું એમઆરઆઇ કરાવ્યા પછી મોત હતું. આ મામલામાં મૃતકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે શરૂઆતમાં તેમની ફરિયાદ ન નોંધવાનું વલણ અપનાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની વિગતો જોઈએ તો વિઠ્ઠલભાઈને છેલ્લા ત્રણ દિવસથી મેડિલિન્ક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હોસ્પિટલમાંથી તેમને એમઆરઆઇ કરાવવા માટે શિવરંજની પાસે આવેલી લેબોરેટરી સુર્યમ ઇમેજિંગમાં લઈ જવામાં આવ્યા હતા. પરિવારજનોનો આરોપ છે કે અહીં લેબની બેદરકારીથી તેમને હાઇપ્રેશરથી ઓક્સિજન આપવામાં આવ્યો હતો જેના કારણે ફેફસાં ફાટવાથી વિઠ્ઠલભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. 


વિઠ્ઠલભાઈના મૃત્યુ પછી પરિવારજનોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ મામલામાં વિવાદ વધતા આખરે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.