Loksabha Election 2024: રૂપાલાથી નારાજ ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. સંતો-મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે. પરંતુ રાજપૂતો ટસના મસ થવાના મૂડમાં નથી. ત્યાં હવે ક્ષત્રિયોમાં જ ભાગલા પડતાં હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિયોની એક મોટી પેટા જ્ઞાતિએ ખુલ્લીને પરશોત્તમ રૂપાલાને સમર્થન કર્યું છે. કોણ છે રૂપાલાને સમર્થન કરનારા ક્ષત્રિયો? કેમ તેમણે ક્ષત્રિયો આંદોલનથી અલગ જઈને કર્યો રૂપાલાને સપોર્ટ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અઠવાડિયે વરસાદ ભુક્કા બોલાવશે! આગામી 48 કલાકમાં આ 13 જિલ્લામાં વરસાદની આગાહી


  • ક્ષત્રિય આંદોલન માટે આંચકા જનક સમાચાર

  • ક્ષત્રિય સમાજમાં જ પડી ગયા બે ભાગ

  • ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલાને મોટું સમર્થન 

  • એક મોટી ક્ષત્રિય જ્ઞાતિનો મળ્યો રૂપાલાને સાથ 


ભાજપને મોટી રાહત, ક્ષત્રિય સમાજમાં ડખો પેઠો! કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કર્યા


સમગ્ર રાજ્યમાં હાલ પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આક્રોશિત છે. રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવવા માટે તે મક્કમ છે. ભાજપના આગેવાનો, સરકાર અને સંગઠનના હોદ્દેદારો અને હવે સંતો, મહંતો અને રાજવીઓ પણ મેદાનમાં ઉતર્યા છે. તમામ લોકો રૂપાલાને માફ કરી વિવાદનું સમાધાન લાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સમગ્ર વિવાદ પર બનેલી સંકલન સમિતિ સંતો-મહંતોનું પણ માનવા તૈયાર હોય તેમ લાગતું નથી. 


શું રોહિત 2027નો વર્લ્ડ કપ રમશે? જણાવી દીધો ફ્યૂચર પ્લાન, નિવૃત્તિ પર આપ્યું નિવેદન


સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ સ્પષ્ટ કહી દીધું કે સંતોએ અમને સમજાવવાની જગ્યાએ રૂપાલાને બેઠક છોડી દેવા સમજાવવું જોઈએ. વિવાદ એટલો વધી ગયો છે કે હવે સુખદ સમાધાન લાવવું જરૂરી છે. તો આંદોલન જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ પરશોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે રૂપાલા માટે સારા અને ક્ષત્રિય સમાજ માટે એક આંચકા જનક સમાચાર આવ્યા. ક્ષત્રિય સમાજની જ એક પેટાજ્ઞાતિ કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાનું ખુલ્લીને સમર્થન કર્યું છે. અને સમગ્ર સમાજ રૂપાલાની સાથે હોવાનો દાવો કર્યો છે. 


રાજકોટ બેઠકના સમીકરણો બદલાયા! પહેલા દિવસે 100 ક્ષત્રિયાણીએ ફોર્મ ઉપાડ્યા, શું બેલેટ


કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૌરાષ્ટ્ર કમલમ કાર્યાલય ખાતે જઈને રૂપાલાને સમર્થન જાહેર કર્યું. આગેવાનોએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર બનાવ્યું, અમે હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને રહેવાના પણ છીએ. કોઈ માફી માંગે કે કોઈ માફી મંગાવે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી.


ગેનીબેન ઠાકોરના તેવર બદલાયા! કહ્યું; 'જો તમારે એટલો મોટો ફાંકો હોય તો TiT ફોર TaT...


શું કહ્યું કાઠી સમાજે?


  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર બનાવ્યું

  • અમે હિન્દુત્વ અને સનાતનની સાથે અને રહેવાના 

  • કોઈ માફી માંગે કે કોઈ માફી મંગાવે તેની સાથે અમારે લેવાદેવા નથી


આ ભયંકર આગાહી જાણી લેજો! ગુજરાતમાં ભર ઉનાળે થશે કડાકા ભડાકા, આ વિસ્તારોનું આવી બનશે!


કાઠી સમાજે ખુલ્લીને ભાજપનું સમર્થન કર્યું છે. 400 પારના નારાનું સમર્થન કરતાં સમગ્ર ગુજરાતનો કાઠી સમાજ ભાજપની સાથે હોવાનો દાવો કરાયો છે. આ નિર્ણય ગુજરાત કાઠી સમાજની મળેલી એક બેઠક બાદ લેવાયો છે. આ નિર્ણયથી ક્ષત્રિય આંદોલનને એક મોટો આંચકો લાગ્યો છે. કારણ કે અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે, ક્ષત્રિય સમાજની તમામ જ્ઞાતિઓ આંદોલનની સાથે છે. પરંતુ હવે કાઠી સમાજ ક્ષત્રિયોના આંદોલનથી દૂર થઈ જતાં રાજકોટથી રૂપાલાની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે.


ભારે વાહનો વિરુદ્ધ આ શહેરમાં પોલીસે કરી સર્જીકલ સ્ટ્રાઇક! 160થી વધુ વાહનો ડિટેઈન


વાત કાઠી સમાજની કરીએ તો, કાઠી સમાજની મહેમાનગતિના અનેક ગુણગાન ગાવામાં આવે છે. ગુજરાતમાં આ સમાજની મોટી વસતી છે. સમગ્ર રાજ્યમાં 7થી 8 ટકા આ સમાજનું પ્રભુત્વ છે. એકલા રાજકોટમાં દોઢ લાખ જેટલા મતદારો કાઠી છે. તો રાજકોટ સિવાય સુરેન્દ્રનગરમાં પણ દોઢ લાખ જેટલા કાઠી મતદારો છે. આ સિવાય અમરેલી, રાજુલા, જૂનાગઢ અને બોટાદમાં કાઠી સમાજની મોટી વસતી વસવાટ કરે છે. આ તરફ ક્ષત્રિય સમાજનું 14 એપ્રિલે રાજકોટમાં મોટું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટશે તેવો દાવો કરવામાં આવ્યો છે. 


  • ગુજરાતમાં કાઠી સમાજ

  • ગુજરાતમાં આ સમાજની મોટી વસતી છે

  • રાજ્યમાં 7થી 8 ટકા કાઠી સમાજનું પ્રભુત્વ

  • એકલા રાજકોટમાં દોઢ લાખ જેટલા મતદારો કાઠી

  • સુરેન્દ્રનગરમાં પણ દોઢ લાખ જેટલા કાઠી મતદારો

  • અમરેલી, રાજુલા, જૂનાગઢ,બોટાદમાં કાઠી સમાજની મોટી વસતી


અમદાવાદમાં 50 વર્ષીય વૃદ્ધે સગીરા સાથે માણ્યું વારંવાર શરીરસુખ, આ રીતે ફૂટ્યો ભાંડો


રાજકોટ બેઠક ભાજપનો ગઢ કહેવાય છે. કડવા અને લેઉવા પાટીદારોના વર્ચસ્વવાળી આ બેઠક પર કોળી, લુહાણા સહિત અનેક જ્ઞાતિઓ પણ મોટી વોટબેંક છે. કાઠી સમાજ પણ ભાજપ સમર્થિત રહ્યો છે પરંતુ ક્ષત્રિય આંદોલનને કારણે કદાચ આ સમાજ ભાજપથી વિમુખ થશે તેમ લાગતું હતું...પરંતુ કાઠી સમાજના પ્રમુખે ખુલ્લીને ભાજપને સમર્થન કરવાની વાત કરી છે. ત્યારે જોવાનું રહેશે કે હવે ક્ષત્રિયોની આગામી સમયમાં શું રણનીતિ રહે છે.