નરેશ ભાલીયા/જસદણ :સગીર વયના સંતાનોને મોબાઈલ આપતા માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરાને મોબાઈલ ગેમની બીજા પ્લેયર સાથે પ્રેમ થઈ ગયો હતો. બેંગલોરનો રહેવાસી પ્રેમી સગીરાને પ્રેમની લાલચ આપીને ભગાડી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટકોટના બળધોઇ ગામની સગીરા ગુમ થઈ હતી. સગીરાના માતા પિતાએ તેના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમા જે જાણવા મળ્યુ તે માતાપિતા તથા પોલીસ માટે પણ તપાસનો વિષય હતો. મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા સગીરાને કો પ્લેયર સાથે સંપર્ક થયો હતો. અને તે પ્લેયર લાલચ આપી સગીરાને આરોપી ભગાડી ગયો હતો. સગીરાને લઈ જનાર ફ્રી ફાયરનો કો-પ્લેયર ચન્દ્રકાંતદાસ મદન મોહનદાસ નામનો બેગ્લોરનો રહેવાસી છે. 


પોલીસ પૂછપરછમાં ફ્રી ફાયર ગેમ રમતા સગીરાને પ્રેમ થયો હોવાનું સામે આવ્યુ છે. જસદણ પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને બેંગ્લોરથી સગીરાને પરત લાવવામાં સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે કેસ ઉકેલ્યો હતો. હાલ પોલીસે ચંદ્રકાંતદાસ મદન મોહનદાસ નામના શખ્સની ઘરપકકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.