રઘુવીર મકવાણા/બોટાદ: બોટાદ પોલીસને મળી મોટી સફળતા મળી છે, બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા અળવ ગામના બે શખ્સોને બોટાદ પોલીસે ઝડપી લઈને પર્દાફાશ કરેલ છે. બંને શખ્સો આર્થિક સંકડામણમાં હોવાને કારણે તેઓએ ટ્રેન લૂંટવાનો પ્લાન કર્યો હતો અને યુટયુબ પર ટ્રેન કેવી રીતે લૂંટાય તે બાબતે માહિતી લઈને ઘટનાને અંજામ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગુજરાતીઓના જીવ પડીકે બંધાયા! આ આગાહી નવરાત્રિ-દશેરાની મજા બગાડે તેવી પુરેપુરી...


ગત તારીખ ૨૫ સપ્ટે.નાં રોજ બોટાદના કુંડલી ગામ નજીક ઓખા ભાવનગર ટ્રેનને રાતના સમયે ઉથલાવવાના ગંભીર પ્રયાસ થી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગુજરાતમાં પ્રથમ કિમ સુરત ખાતે આવો પ્રયાસ થયો હતો જ્યારે બીજો બનાવ બોટાદ ખાતે બનવા પામ્યો હતો. જે અંગે અનેક પ્રકારે તર્ક વિતર્કો થઈ રહ્યા હતા. 


વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...


પોલીસ તંત્ર પણ સતર્ક બની, એલઆઈબી, એસઓજી,ડોગ્સ સ્કોડ ,ડ્રોન સરવેનન્સ, એટીએસ, હ્યુમન સર્વેન્સ તથા ટેકનિકલ રિસોર્સિસને કામે લગાવી આ ઘટનાની ગુચવણને ઉકેલી નાખી છે. આખરે બોટાદ પોલીસે આરોપીને દબોચી લીધા છે. અળવ ગામનાબે વ્યક્તિઓ દ્વારા આર્થિક તંગીના કારણે ટ્રેન લૂંટવાના ઇરાદે આ કારસો રચ્યો હોય તેવું સામે આવ્યું છે. 


આ મેદાનમાં ગમે એટલો વરસાદ પડશે તો પણ કલાકમાં જ થઇ જશે પાણીનો નિકાલ, ખેલૈયાઓ નિરાશ...


બોટાદ તાલુકાના અળવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળીયા , અને રમેશ કાનજી સલિયા નામના બે શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હતો. બંને યુવકોએ ટ્રેન કેવી રીતે લૂંટાય તે અંગે youtube માં વિડિયો પણ જોયા હોવાના પુરાવા મળ્યા છે. ત્યારે રેલ્વે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મૂકી ટ્રેનને નુકસાન કરવાનો પ્રયત્ન થયો હતો. આ રેલ્વે પટાના ટુકડા રેલવે રીપેરીંગ કામ દરમિયાન ચોરી લીધા હોય તેઓ પણ જાણવા મળે છે ત્યારે સમગ્ર ઘટનાની ગુથ્થી સુલજાવી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.