જંબુસરમાં બે બહેનો સાથે દુષ્કર્મ કેસમાં મોટો ઘટસ્ફોટ; 26 દિવસ પહેલા બળાત્કાર થયો તો 19 અઠવાડિયાનો ગર્ભ કોનો?
પોલીસ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી બે બહેનોને તબીબી પરીક્ષણ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં તબીબી પરીક્ષણમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં બળાત્કારનો ભોગ બનેલી બે બહેનોમાંથી મોટી બહેનને 19 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે.
ઝી બ્યુરો/ભરૂચ: જંબુસરના કાવી ખાતે બે બહેનો સાથે નશાના ઇન્જેક્શન આપ્યા બાદ થયેલ બળાત્કાર મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી બે બહેનોને તબીબી પરીક્ષણ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં તબીબી પરીક્ષણમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં બળાત્કારનો ભોગ બનેલી બે બહેનોમાંથી મોટી બહેનને 19 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. જો 26 દિવસ પહેલા બળાત્કાર થયો હોય તો 19 અઠવાડિયાનો ગર્ભ કોનો તે પણ પોલીસ માટે એક તપાસ નો મોટો વિષય બની ગયો છે. હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબી ડોક્ટરો દ્વારા વિવિધ મેડિકલ પરીક્ષણો કરવા માટે પોલીસને જણાવેલ છે.
મહત્વનું છે કે જંબુસરના કાવી ખાતે બે બહેનોને નશાનું ઈન્જેક્શન આપતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેના પછી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરી છે. દુષ્કર્મનો ભોગ બનેલી બંને બહેનોને તપાસ માટે તબીબી પરીક્ષણ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના?
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામની આ ઘટના છે. જેમાં બે બહેનોને પહેલાં નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપવામાં આવે છે. નરાધમ જ્યારે આ ઈન્જેક્શન લઈ રહ્યો છે તે સમયનો વીડિયો પણ લેવામાં આવ્યો છે. દુષ્કર્મની ઘટના બાદ સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પોલીસ તંત્રને પણ દોડતું કર્યું છે.
નરાધમોએ ખુદ પીડિતાને ઈન્જેકશન આપતો વીડિયો વાઈરલ કર્યો
આ વીડિયોમાં એક નરાધમ બે યુવતીઓને પોતાના હાથે નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપી રહ્યો છે. નશાકારક ઈન્જેકશન આપી બે બહેનો પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. જંબુસરના એક ગામમાંથી બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં દુષ્કર્મ આચરયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એ છેકે, આ નરાધમોએ ખુદ પીડિતાને ઈન્જેકશન આપતો વીડિયો વાઈરલ કર્યો છે.
જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી હતી. નરાધમોએ બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં લઈ જઈ નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટના પ્રકાશમાં આવતા હાલ પોલીસ તંત્ર પણ સફાળુ જાગ્યું છે. આ મામલે પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. જ્યારે આ કેસના અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
ભરૂચ દુષ્કર્મની ઘટના મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર:
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું છેકે, ગૃહ વિભાગ આ મામલે તાત્કાલિક પગલાં ભરે. 'સરકારે સુરક્ષાની મોટી વાતો કરી અને ખોટા દાવા કર્યા' છે. વધુમાં મનીષ દોષીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે, રાજ્યનો ગૃહ વિભાગ ભ્રષ્ટ્રાચારનુ એપી સેન્ટર બની ગયો છે. રાજ્યમાં બેફામ ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. 'ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી મોટો પડકાર' બની ગઈ છે. બહેન દીકરીઓ પર થતા અત્યાચાર સામે પોલીસ પગલા ભરે.
ભરૂચ દુષ્કર્મ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન:
ભરૂચ દુષ્કર્મ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે. હજુ બે આરોપીઓને પોલીસ શોધી રહી છે. આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.