અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદીઓના ફેમસ પિકનિક સ્પોટ પર આજે એક દુર્ઘટના બની હતી. અમદાવાદ રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતા મહિલા પાણીમાં ગરકાવ થઈ હતી. ક્રૂઝના સંચાલકની બેદરકારીના કારણે મહિલા નદીમાં પડી ગઈ હતી. જોકે, ક્રુઝના સંચાલકોએ મહિલાને બચાવવાની પણ તસ્દી ન લીધી. મહિલાને બચાવવા પરિવાર અને બાળકોએ બૂમો પાડી પણ બોટના ચાલકો મહિલાને બચાવવા પણ આવ્યા ન હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. જેમાં એક મહિલા ક્રુઝ બોટમાં બેસવા જતી હતી ત્યારે નદીમાં પડી હતી. બન્યું એમ હતું કે, પ્લેટફોર્મ અને ક્રુઝ બોટ વચ્ચે અંતર વધુ હોવાને કારણે મહિલા સીધી પાણીમાં જ પડી હતી. આ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને મહિલાને પાણીમાંથી તરત બહાર કાઢી હતી. આમ, મહિલાનો જીવ બચી ગયો હતો. 



જોકે, મહિલા નદીમાં પડતા જ ક્રુઝ બોટના સંચાલકો કે કર્મચારીઓ કોઈ મદદે આવ્યા ન હતા. જો ક્રુઝના ચાલકે અંતર યોગ્ય રાખ્યુ હોત તો આ બનાવ બન્યો ન હોત. તેમજ મહિલાની મદદે પણ કોઈ આવ્યુ હતું. જોકે, ક્રૂઝમાં બેસતા મહિલા પાણીમાં પડી જાય છે તેનો વીડિયો સ્થાનિકોએ ઉતારીને વાયરલ કર્યો છે.