નરેશ ભાલીયા/જેતપુર: હાલમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરે દર્શન આવવા પર વિવિધ ધાર્મિક સ્થાનકો દ્વારા પ્રતિબંધો મુકવામાં આવી રહ્યા છે. પરંતુ ખોડલધામ ખાતે તો જ્યારથી મંદિર ભાવિકોને દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યારથી જ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શને આવવા પર પ્રતિબંધ મૂકીને દુરંદેશી નિર્ણયનો ઉદાહરણ પૂરું પાડેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીની સૌથી ઘાતકમાં ઘાતક આગાહી, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મેઘતાંડવની આગાહી


ભક્તિ અને શક્તિની ભૂમિ તરીકે વિશ્વ ભરમાં જાણીતા ગુજરાત તીર્થધામ સોમનાથ, દ્વારકા તેમજ ડાકોરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવા દર્શન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. ત્યારે વાત કરીએ સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામની તો અહીં મંદિર દર્શનાર્થીઓ માટે જ્યારથી ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારથી જ ટૂંકા વસ્ત્રો પરિધાન કરી દર્શને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.અને જો કોઈ ભૂલથી ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શને આવેલ હોય તો મંદિર ટ્રસ્ટ દ્વારા કપડાંની વ્યવસ્થા કરવામાં આવે છે.


પાળતૂ શ્વાનના કેન્સરની સફળ સર્જરી, તસવીરોમાં જુઓ કેવી રીતે કરાયું ઓપરેશન


આમ, ખોડલધામ મંદિર જે સ્વયં શિસ્તના ઉદાહરણમાં બેજોડ મનાય છે તે મંદિર દ્વારા આસ્થા સાથે ખીલવાડ સામે પણ પહેલાથી જ કડક પગલું ભરેલ. મંદિરમાં પ્રવેશવાના મુખ્ય દરવાજા પર દર્શનને લઈને કેટલીક સૂચનાઓ લખેલ તેમાં માત્ર સ્ત્રીઓ જ નહીં પણ બહેનો કે ભાઈઓ બંનેએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર પ્રવેશવાની સખત મનાઈ છે. આવી સૂચના લખેલ છે. એટલે કે ખોડલધામ મંદિરે કંડારેલી કેડીઓ પર હવે બીજા ધાર્મિક સ્થાનકો પણ ચાલવા લાગ્યા છે.


અમેરિકા જવા નીકળેલો સુધીર પટેલ ક્યા છે તે એજન્ટને ખબર નથી : 75 લાખમાં થયો હતો સોદો