અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર પાટીદારો સક્રિય થયા છે. જો કે આ વખતે પાટીદારો સંયુક્ત પાવર બતાવવાનાં મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. ખોડલધાનમાં પ્રમુખ નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, હવે કડવા કે લેઉવા નહી પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં માત્ર પાટીદારો જ કહેવાશે. આ ઉપરાંત નરેશ પટેલે પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઇએ તેવો પણ એક મમરો મુક્યો હતો. જેના પગલે રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ગરમી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, દરેક સમાજ ઇચ્છે છે કે, પોતાનો મુખ્યમંત્રી હોય. પરંતુ ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે. દરેક જ્ઞાતિ સમાજ પોતાની રીતે સૂચન અને માંગણીઓ કરે છે. ભાજપ એક રાષ્ટ્રીય પક્ષ છે. પક્ષ નીતિ નિયમો પ્રમાણે ચાલે છે. કેન્દ્ર અને પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ છે. 


હોદ્દા કે રાજકીય નિર્ણય માટે મોવડી મંડળ યોગ્ય નિર્ણય કરે છે. કોઈ ગમે તે રજુઆત કરે એ લોકશાહી દેશમાં તેમનો અધિકાર છે. ભાજપ નીતિ નિયમ પ્રમાણે નિર્ણય કરતો હોય છે. હાલ ચૂંટણી નથી એટલે નિર્ણય કોઈ કરવાની જરૂર નથી. દરેક જ્ઞાતિ જાતી સમાજ પોતાના જ્ઞાતિનાં વિકાસ માટે મીટીંગો અને માંગણીઓ કરી શકે છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, કડવા લેઉવા નહી પરંતુ તમામ સમાજના લોકો હવે પાટીદાર જ ગણાશે એવી જાહેરાત બાદ હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને લખ્યું કે, મે અને મારી ટીમે વાવેલું બીજ વાવ્યું તે હવે એક મોટું વટવૃક્ષ બની ચુક્યું છે. જેના કારણે ફરી એકવાર રાજકીય અટકળો શરૂ થઇ ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube