અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં RSSનું શક્તિ પ્રદર્શન, મોહન ભાગવતે કહ્યું; `આ દેશમાં વિદેશી ન જોઈએ`
લોકસભાની ચૂંટણી પહેલા RSS ની સૂચક તૈયારીઓ શરૂ થઇ છે. આજે અમદાવાદમાં હજારોની સંખ્યામાં સ્વંય સેવકો ઉપસ્થિત થયા છે. તેમજ અનેક રાજકીય અને સામાજીક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
ઝી બ્યુરો/અમદાવાદ: શહેરના GMDC ગ્રાઉન્ડમાં RSSનું શક્તિ પ્રદર્શન થયુ છે. જેમાં મોહન ભાગવત સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે.
ગુજરાતમાં કોરોના ખતરાની ઘંટડી વાગી! આજે સૌથી વધુ નોંધાયા અમદાવાદમાં કેસ, એકનું મોત
RSS વડા મોહન ભાગવતે સંબોધન કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સંઘ માટે જેને સંપત્તિ અને શક્તિ લગાવી તેમનું સંસ્મરણ કરીએ. દર મહિનાની 14 તારીખે પરિવર્તનની તારીખ હોય છે. સૂર્ય એક રાશિમાંથી બીજા રાશિમાં દર માસની 14 તારીખે જાય છે. આ દેશમાં વિદેશી ન જોઈએ. અમારા હાથમાં દેશ જોઈએ શા માટે કેમ કે ગુલામીમાં ક્યારે પણ પોતાની અભિવ્યક્તિ ન હોઈ શકે. 15 ઓગસ્ટ 1947માં આપણે આઝાદ થયા. બાબા સાહેબે સંવિધાન બનાવ્યું. સાંસદમાં બાબા સાહેબે સંબોધન કર્યું. સમાજ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તથા તમામ સમાજના લોકોને એકસમાન ગણવા ઉદ્દેશ છે.
MMS બાદ ફરી અંજલિ અરોરાનો વધુ એક બેડરૂમ વીડિયો થયો વાયરલ, જોઈને છૂટી જશે પરસેવો
તેમણે ઉમેર્યું હતું કે, આજે ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ ઊજવાઈ રહ્યો છે. દેશમાં ભેદ સમાપ્ત થઈ જાય. સારી સંપત્તિ અને પ્રતિભા જેમને લગાવી એમનું સ્મરણ કરીએ છીએ. આપણા દેશને સામર્થ્ય સંપન્ન અને વિશ્વમાં માર્ગદર્શન આપતું મહાન કાર્ય જે ડગલે આગળ વધ્યું એ 14 એપ્રિલે થયું. તેમણે ઉમેર્યું હતું કે, ડો. આંબેડકરનો જન્મ એક એવી ઘટના હતી કે કોઈએ ધ્યાન નથી આપ્યું. પરિવર્તન આવવું જોઈએ જે આવ્યું નથી. આપણે એ દિશામાં આગળ વધવાનું છે.
ગુજરાતીનો બંગાળમાં લલકાર, લોકસભાની 35 સીટો આપી દો પછી જુઓ કેવી નીકળે છે રામનવમી
મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી પહેલા RSS ની સૂચક તૈયારીઓ શરૂ થઇ છે. આજે અમદાવાદમાં હજારોની સંખ્યામાં સ્વંય સેવકો ઉપસ્થિત થયા છે. તેમજ અનેક રાજકીય અને સામાજીક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. તથા 8 વર્ષ બાદ RSSનું શક્તિ પ્રદર્શન થઇ રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.