Shri Ram Bhajan Shared By PM Modi- Shree Ramji Padhare : દેશ અને દુનિયાની નજર હાલ અયોધ્યા પર છે. લોકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. 22 જાન્યુઆરીને હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લા પોતાના ઘરમાં પરત ફરશે. આ પાવન દિવસના આગમની ઘડી ગણાઈ રહી છે. ત્યારે દેશના ગાયકો રામ ભક્તિ પર સૂરીલા ગીતો લલકારી રહ્યાં છે. તો બીજી તરફ, પીએમ મોદી પણ ભગવાન રામ સાથે જોડાયેલા ભજનો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ આજે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક ઓસમાણ મીરનુ રામભકિતનુ ગીત સોશિયલ મીડિયામાં શેર કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગીત સાંભળીને દિવ્ય અનુભૂતિ થશે 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતી લોકગાયક ઓસમાણ મીરનું ‘રામજી કી સવારી’ નામનુ ભકિતમય ગીત રજુ કર્યુ છે. ઓસમાણ મીરના અવાજમાં રજૂ કરાયેલું આ ગીત સુમધુર છે. ઓસમાણ મીર ગુજરાતના પ્રખ્યાત ગાયક છે. તેમના ગીતો, લોકગીતો, ગરબાના લોકો દિવાના છે. પીએમ મોદીએ તેમનું ગીત રજૂ કરતા લખ્યું કે, અયોધ્યા નગરીમાં શ્રી રામજી પધારવા માટે ઉમંગ અને ઉલ્લાસ છે. ઓસમાણ મીરનું આ મુધર રામ ભજન સાંભળીને તમને દિવ્ય અનુભૂતિ થશે. 


ગુજરાતના આ જિલ્લાઓનો આજે વારો : ભારેથી અતિભારે વરસાદની છે હવામાન વિભાગની આગાહી


 


અડધા ગુજરાતમાં વરસાદ વરસ્યો : ભરશિયાળે માવઠું આવતા ખેડૂતો પાક બચાવવા દોડ્યા