સુરતના શુભમે દેશમાં મેળવ્યો 13 મો ક્રમ, CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર
સીએ ફાઇનલની જૂલાઇ-2021 પરીક્ષાનું પરિણામ ICAI એ જાહેર કર્યું છે. જેમાં સુરતના શુભમ અગ્રવાલ 800 માંથી 577 માર્ક્સ સાથે દેશમાં 13 માં ક્રમે આવ્યો છે. શુભમ મૂળ રાજસ્થાનનો છે અને હાલમાં પર્વત પાટીયા અક્ષર ટાઉનશીપમાં રહે છે
તેજશ મોદી/ સુરત: સીએ ફાઇનલની જૂલાઇ-2021 પરીક્ષાનું પરિણામ ICAI એ જાહેર કર્યું છે. જેમાં સુરતના શુભમ અગ્રવાલ 800 માંથી 577 માર્ક્સ સાથે દેશમાં 13 માં ક્રમે આવ્યો છે. શુભમ મૂળ રાજસ્થાનનો છે અને હાલમાં પર્વત પાટીયા અક્ષર ટાઉનશીપમાં રહે છે. તેના પિતા ટેક્સટાઇલ બિઝનેસમાં છે.
શુભમે પોતાની સફળતા પાછળ પોતાની સખત મહેનત અને શિક્ષકોના માર્ગદશનને શ્રેય આપ્યો છે, તેને એમ પણ કહ્યું હતું કે કોરોનામાં બે વખત તારીખ લંબાતા પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળ્યો હતો. શુભમ સાથે રાજસ્થાનનો 19 વર્ષિય શંશાક તંબોલી સી.એ. ફાઇનલની તૈયારી કરવા સુરત આવ્યો હતો. જેણે પણ 800 માંથી 480 માર્ક્સ મેળવ્યા છે.
આ પણ વાંચો:- CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોણ યથાવત, કોનું કપાશે પત્તું અને કોને સ્થાન, જુઓ આ રહ્યું સંભવિત લિસ્ટ
બન્ને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા સી. એ. રવિ છાંછેરીયાએ દાવો કર્યો હતો કે દેશમાં પહેલી વખત સૌથી નાની ઉંમરના વિદ્યાર્થીએ સી. એ. ફાઇનલ પાસ કરી છે. શંશાકે કહ્યું કે હું 6 મહિનાથી જૂના પેપરોની પ્રેક્ટિસ કરતો હતો. સી. એ. ફાઇનલ માટે ચાર વખત રિવિઝન કર્યું હતું. હવે હું આઇએએસની તૈયારી કરીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube