હેમલ ભટ્ટ/ગીર સોમનાથ: જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ વરસાદ લંબાતા ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો વરસાદ માટે અનેક પ્રાર્થના તેમજ વિવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે. ત્યારે પ્રભાસતીર્થમાં સોમપુરા બ્રહ્મ સમુદાય દ્વારા વરુણ દેવને રીઝવવા અનોખી પૂજા કરવા માં આવે છે. જેમાં શિવલિંગને પાણીમાં ડુબાડી મહાદેવને મુંઝારો આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રભાસ પાટણમાં ત્રિવેણી સંગમની સામે આવેલ સુર્ય મંદિરની બાજુમાં એક સિધ્ધનાથ મહાદેવનું મંદિર આવેલ છે જે લિંગના થાળ ઉપર સતત પાણીના બેડા અને સાધનોથી પાણી ભરી તેને મુંઝવાથી વરસાદ વરસે છે. તેવી માન્યતા સાથે અવારનવાર વરસાદના સંકટમાં તે સિધ્ધાનાથ મહાદેવના મંદિરમાં આવેલ થાળામાં ચિક્કાર પાણી ભરવાનો વિવિધ વિધિ દ્વારા પુજા કરવામાં આવે છે. અને આ માટે ગામના સોમપુરા ભુદેવો આ મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનવાવમાંથી માનવ સાંકળ રશી પાણીથી થાળાને ચિક્કાર કરવામાં આવે છે.


કેન્દ્રીયમંત્રી ગિરીરાજસિંહ એક દિવસીય ગુજરાતની મુલાકાતે, કહ્યું ખેડૂતોનો થશે વિકાસ


આ દિવસ સ્થાનિક સોમપુરા બ્રાહ્મણ તેમજ તિર્થ પુરોહિતો આદિ પરંપરા જ્યારે વરસાદનો સંકટ હોય ત્યારે કરતા રહે છે. હવે આ પાણી સિધ્ધિનાથ મહાદેવ મંદિરની અંદર સચાવાયેલ રહે તે માટે મંદિરના ગર્ભ ગૃહના પ્રવેશની ત્રણ ફુટ દિવાલને પથ્થર તથા માટીથી બંધ કરવામાં આવે છે. અને મંદિરના થાળાને પાણીથી ભરી દેવામાં આવે છે. અને સિધ્ધાનાથ મહાદેવને પાણીથી મુંઝાવામા આવે છે. જેથી વરસાદના સંકટ સમય વહેલો વરસાદ વરસે તેવી શ્રધ્ધા અને માન્યતા છે. અને વરસાદ માટે પ્રાર્થના કરવામા આવે છે.


અમદાવાદ: કાંકરિયામાં રાઇડ તૂટી, 2ના મોત, 6ની હાલત ગંભીર, 25થી વધુ ઇજાગ્રસ્ત


સોમનાથ સોમપુરા બ્રહ્માણ સમાજના અગ્રણી અને આ અનોખી પૂજામાં વિશેષ યોગદાન આપતા જયદેવ જાની કહે છે કે, જ્યારે વરસાદ બહુ ખેંચાય ત્યારે અમે સૌ સોમપુરા બ્રાહ્મણ સમાજ ઉપવાસ રાખી ત્રણ દિવસ સુધી સિધ્ધિનાથ મહાદેવના મંદિરને ભગવાનને મુંઝવાનુ તૈમજ વિવિધ પુજાઓ લધુરૂદ, પાઠત્મક મહારૂદ અને વરૂણદેવના જાપ કરી પાર્થન કરવામા આવે છે, જેથી વહેલો વરસાદ વરસે.


જુઓ LIVE TV:



પ્રભાસતીર્થના અતિ પૌરાણિક સિધ્ધાનાથ મહાદેવના મંદિરમાં સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમુદાયના તીર્થ પુરોહિતો દ્વારા જન કલ્યાણ અર્થે વરુણદેવને રીઝવવાની અનોખી પૂજા અર્ચનાથી બહાર આવતા ભાવિકો અચરજ સાથે સ્થાનિક ભૂદેવોના કાર્યને બિરદાવી પણ રહ્યા છે.