ઝી બ્યુરો/અમદાવાદ: સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં એક મોટી સફળતા હાથ લાગી છે. બિશ્નોઈ ગેંગનો વધુ એક શૂટર ઝડપાઈ ચૂક્યો છે. શૂટર સંતોષ જાધવની ધરપકડ કરાઈ છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં બિશ્નોઈ ગેંગનો વધુ એક સંતોષ જાધવ નામનો શૂટર ગુજરાતમાંથી પકડાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુણે ગ્રામીણ પોલીસે પંજાબી ગાયક અને રાજકારણી સિદ્ધુ મુસેવાલાની હત્યાના શંકાસ્પદ તરીકે નામના 23 વર્ષીય યુવકની ધરપકડ કરી છે, અધિકારીઓએ સોમવારે આ વિશે સમગ્ર માહિતી આપી છે. પુણે ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં બિશ્નોઈ ગેંગનો સંતોષ જાધવની રવિવારે રાત્રે તેમની એક ટીમ દ્વારા ગુજરાતમાંથી અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.


અમદાવાદમાં ઝડપાઈ પીધેલી પોલીસ! પોલીસ ચોકીમાં બાયટિંગ પાથરીને બિંદાસ્ત દારૂની પાર્ટી કરતી હતી પોલીસ


શૂટર સંતોષ જાધવ અગાઉ ઓગસ્ટ 2021માં પુણેના મંચર વિસ્તારમાંથી ગુનેગાર ઓંકાર બાંખેલે ઉર્ફે રાન્યાની ઘાતકી હત્યા મુદ્દે પુણે ગ્રામીણ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયો હતો. પુણે ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ બાંખેલેની હત્યાના સંબંધમાં જાધવની ધરપકડ કરી છે. સંતોષ જાધવ જે પુણે જિલ્લાના પોખરી ગામના વતની છે, તેની વિરુદ્ધ પુણે ગ્રામીણ પોલીસમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી સહિતના પાંચ જેટલા કેસ નોંધાયેલા છે. તેના પર મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


ગત અઠવાડિયે સિદ્ધુ મુસેવાલા કેસમાં જાધવ અને અન્ય પુણેના રહેવાસી સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરવ ઉર્ફે મહાકાલના નામ સામે આવ્યા હતા. બાંખેલેની હત્યા બાદ જાધવને આશ્રય આપવાના આરોપમાં પુણે ગ્રામીણ પોલીસે પુણે-અમદાનગર જિલ્લાની સરહદેથી કાંબલેની ધરપકડ કરી લીધી છે, જ્યારે પોલીસ તેને શોધી રહી હતી.


રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ: આજથી 5 દિવસની આગાહી, પ્રથમ વરસાદમાં 5નાં કરૂણ મોત


નોંધનીય છે કે, સંતોષ જાધવની સાથે અન્ય એક ગુનેગાર નવનાથ સૂર્યવંશી પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પુણે ગ્રામીણ પોલીસે જણાવ્યું કે સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશી બંને પુણેમાં 2021ના એક હત્યા કેસમાં વોન્ટેડ છે. સંતોષ જાધવ પર પણ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવણીનો આરોપ છે. નવનાથ સૂર્યવંશી સંતોષ જાધવનો સાથી જણાવવામાં આવી રહ્યો છે. હાલમાં ઓમકારની હત્યાના કેસમાં મકોકા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે સંતોષ અને નવનાથને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે બંનેને 20 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.


ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા અને ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂઝવાલાની 29 મેના રોજ માનસા નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારે રાજ્યમાં અન્ય ઘણા લોકો સાથે તેમની સુરક્ષા કવચ ઘટાડી દીધાના એ જ દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે 27 વર્ષીય મુસેવાલાને જ્યારે અન્ય બે લોકો સાથે માનસા જિલ્લાના જવાહર કે ગામમાં એસયુવી ચલાવી રહ્યા હતા ત્યારે ફાયરિંગ કરાયું હતું. ત્યારબાદ તેણે માનસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


સ્કૂલ ચલે હમઃ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રાંરભ, ભુલકાઓના કોલાહલથી શાળાઓ ગુંજી ઉઠી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube