નિલેશ જોશી/સેલવાસ: મા શક્તિની આરાધના પર્વ નવરાત્રિ ના શરૂઆતની ઘડીયો વાગી રહી છે. આથી ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ છે. આથી રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ નવરાત્રિના આયોજનને લઈને ઉત્સાહનો માહોલ છે, અને કોમર્શિયલ ગરબા આયોજનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતાને લઈ ખેલૈયાઓને સાથે કોમર્શિયલ ગરબા આયોજકો પણ ચિંતામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહીને પગલે જો વરસાદ વરસે તો આયોજકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આથી કેટલીક જગ્યાએ આયોજનો પડતા મૂકવામાં આવ્યા છે. તો કેટલીક જગ્યાએ વરસતા વરસાદના પણ ગરબાના આયોજનમાં મેઘરાજા કોઈ ખલેલ ન પહોંચાડી શકે તે માટે ખેલૈયાઓ માટે વોટર પ્રૂફ ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદર નગર હવેલીના પાટનગર સેલવાસમાં આ વખતે પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


મહત્વપૂર્ણ છે કે કોરોનાને કારણે બે વર્ષ સુધી આયોજન મોકૂફ રહ્યા હતા. પરંતુ આ વર્ષે બે વર્ષ બાદ દાદરા નગર હવેલીમાં પણ નવરાત્રિ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ વરસાદની શક્યતાને જોતા આ વખતે આયોજકોએ વોટર પ્રુફ ડોમ ઉભા કર્યા છે. આ વોટરપ્રૂફ ડોમમાં મોટાપાયે નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વોટરપ્રૂફ ડોમ હોવાથી ભારે વરસાદ વખતે પણ ગરબા આયોજન અને ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે આયોજકો અત્યારથી જ તૈયારી રાખી રહ્યા છે.


આમ ગુજરાતની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ નવરાત્રિના આરંભનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ત્યારે આયોજકો પણ આ વખતે વરસતા વરસાદમાં પણ ગરબાના આયોજન થઈ સકે તે માટે વોટર પ્રૂફ ડોમ સાથે સજ્જ થઈને બેઠા છે. આથી સજ્જ થઈને બેઠા છે. રોટરી ક્લબ દ્વારા સેલવાસમાં સેવાકીય ભાવના સાથે વોટરપ્રૂફ ડોમમાં થનગનાટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 2000થી વધુ લોકો માટે રમવા અને બેસવાની વ્યવસ્થા સાથેનો વોટરપ્રૂફ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube