નિલેશ જોશી/દમણ: સંઘપ્રદેશ દમણ પ્રવાસીઓ માટે હરવા-ફરવાનું પસંદગીનું સ્થળ છે. પ્રદેશ પ્રશાસન દ્વારા દમણ બીચ અને અન્ય સુવિધાનો ચોમેર વિકાસ કરવામાં આવ્યો છે.. પરંતુ આપને જાણીને નવાઇ લાગશે કે આ પ્રદેશમાં છેલ્લા 3 વર્ષથી બસ સ્ટેશન જ નથી. નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે જુનું બસ સ્ટેન્ડ છેલ્લા ત્રણ વર્ષથી તોડી પાડવામાં આવ્યું છે. પરંતુ ત્રણ વર્ષ બાદ પણ હજુ સુધી નવું બસ સ્ટેશન નહિ બનતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આવી કાળઝાળ ગરમીમાં પણ લોકોએ એમ પણ સુવિધા વિના બસની રાહ જોવા તડકામાં સેકાવું પડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં 2 મહિના માટે મકાન ભાડે આપવાના નિયમો બદલાયા, તમે ક્યારેય ન કરતાં આવી ભૂલ


રાજ્યના પડોશમાં આવેલ નાનકડો સંઘપ્રદેશ દમણ જાણીતું પર્યટન સ્થળ છે. જેથી મોટી સંખ્યામાં લોકો અને પ્રવાસીઓ દમણ ફરવા આવે છે.. જોકે સંઘ પ્રદેશ દમણમાં કોઈ બસ સ્ટેન્ડ જ ન હોવાથી અહીં આવતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા આકરા તાપમાં બાળકો સાથે ફરવા આવેલા લોકોને તડકામાં ખુલ્લા ઉભા રહેવું પડે છે અને અહી આજુ બાજુના ગામમાંથી વિદ્યાર્થી કોલેજમાં અભ્યાસ કરવા માટે પણ આવતા હોય છે ત્યારે આ સ્ટેશન પર કોઈ ઈન્કવાયરી માટે કોઈ સુવિધા ન હોવાથી પોતાની બસ વિશે માહિતી મેળવવા પ્રવાસીઓ ગોથા ખાઇ રહ્યા છે. ગરમીથી બચવા લોકો આજુબાજુની દુકાનોની બહાર ઓટલાઓ પર આશરો લઈ બસની રાહ જોવા મજબૂર બને છે.


'રેમલ' એક- બે નહીં 7 દિવસ કહેર મચાવશે! આ તારીખે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે!


ટૂંક સમયમાં દમણમાં ચોમાસું બેસી જશે અને ભારે વરસાદની વચ્ચે દમણ બસ સ્ટેન્ડમાં આવતા લોકો ફરી એકવાર પરેશાનીઓનો સામનો કરશે. ખુલ્લા મેદાન સમા કહેવાતા બસ સ્ટેશનમાં બસની જગ્યાએ અન્ય ખાનગી વાહનોનો જમાવડો જોવા મળે છે. અહી બસ તો આવે છે પણ કોઈ પ્લેટફોર્મ કે શેડ પણ નથી. બસ સ્ટેશન ની ઓફીસ પણ નથી કે પૂછપરછ માટે કોઈ સ્થળ પણ નથી. આથી દમણ નગર પાલિકા ના પ્રમુખ અસ્પી દમણીયા એ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. 


ભૂપેન્દ્ર 'દાદા'ની આ વાત સાંભળી કે નહીં! ગુજરાતના દરેક લોકોની છે ચિંતા, ટ્વીટ કર્યું


દમણ ના જૂના બસ સ્ટેન્ડ ની જગ્યાએ નવું આધુનિક બસ સ્ટેન્ડ વહેલી તકે બનાવવામાં આવે. તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી .ત્યાં સુધી અહી તાત્કાલિક હંગામી શેડ બનવવામાં આવે જેથી પ્રવાસીઓ ને કોઈ મુશ્કેલીઓ ન નડે. સંઘપ્રદેશ દેશભરમાં પર્યટન માટે જાણીતું સ્થળ છે. દેશભરમાંથી પર્યટકો દમણના મહેમાન બને છે.


ગાંધીનગરવાસીઓ માટે સૌથી મોટા ખુશખબર! 4 જૂન બાદ PM મોદી આપી શકે છે સૌથી મોટી ભેટ


પરંતુ પ્રદેશના મહેમાન બનતા પર્યટકો અને પ્રવાસીઓને હજુ સુધી સુવિધાસભર બસ સ્ટેશન પણ ઉપલબ્ધ નથી થઈ .ત્યારે બહારથી દમણમાં પ્રવેશતા પ્રવાસીઓને કોઈ જગ્યાએ દમણ બસ સ્ટેશન નહિ મળતા અનેક પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ પ્રદેશમાં તેની ઓળખ સમુ એક બસ સ્ટેશન હોવું જરૂરી છે.


ગુજરાતમાં અનોખું પુસ્તકાલય; મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ખોવાઈ જાય છે આ દુનિયામાં