આનું નામ સાહસ, એક જ દિવસમાં 27 કચ્છી યુવકો કચ્છના 6 ડુંગરો ખૂંદી વળ્યા
Kutch Tourism : કચ્છના યુવાનો દ્વારા એક જ દિવસમાં કચ્છના 6 ડુંગરો ચડવાનો સાહસ ખેડવામાં આવ્યો છે. કચ્છમાં એડવેન્ચર ટુરિઝમ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે સિક્સ હિલ્સ અ ડે કાર્યક્રમ હેઠળ કચ્છના 27 યુવાનોએ એક જ દિવસમાં કચ્છના 6 ડુંગર સર કર્યા હતા અને પ્રકૃતિનો આનંદ માણ્યો હતો
Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના યુવાનોએ એક જ દિવસમાં કચ્છના 6 ડુંગરો સર કર્યા છે. એડવેન્ચર ટુરિઝમ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે સિક્સ હિલ્સ અ ડે કાર્યક્રમ હેઠળ કચ્છના 27 યુવાનોએ એક જ દિવસમાં કચ્છના 6 ડુંગર સર કર્યા હતા અને પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. જેમાં ભુજના આયુર્વેદિક વૈદ્ય ડૉ. આલાપ અંતાણીએ અને તેમના મિત્રો દ્વારા અંદાજિત 50 હજાર જેટલા સ્ટેપ્સ અને 6 ડુંગરની અંદાજિત 5500 ફૂટ ઊંચાઈઓ સર કરવામાં આવી હતી. આ ગ્રૂપ દ્વારા વહેલી સવારે સાડા 3 કલાકથી લઈને રાતના 9 વાગ્યા સુધી એક બાદ એક ડુંગર ચડવાનું ચાલુ રાખ્યુ હતુ. જેમાં તેઓએ ભુજની અંદર આવેલો ભુજીયો ડુંગર, નનામો ડુંગર, ધીણોધર ડુંગર, સાંયરો ડુંગર, વિંછીયો ડુંગર અને ખટલો ડુંગર એમ 6 ડુંગરનું એક જ દિવસમાં આરોહણ અને અવરોહણ કરવામાં આવ્યું હતું.
એક જ દિવસમાં 6 ડુંગર પર આરોહણ-અવરોહણ
ભુજના આયુર્વેદિક વૈદ્ય ડૉ. આલાપ અંતાણીએ અને તેમના મિત્રો દ્વારા એક જ દિવસમાં કચ્છના જુદા જુદા વિસ્તારનાં 6 ડુંગર પર આરોહણ અવરોહણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 240 કિલોમીટરની વાહનથી મુસાફરી કરવામાં આવી હતી, તો અંદાજિત 50,000 જેટલા સ્ટેપ્સ અને 6 ડુંગરની અંદાજિત 5500 ફૂટ ઊંચાઈઓ સર કરવામાં આવી હતી.
ડૉ.આલાપ અંતાણીએ પોતાના આ સાહસ અંગે Zee media સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેમના મિત્રોના ગ્રુપ દ્વારા એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો છેલ્લા પાંચ વર્ષથી તેમના દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક જ દિવસમાં સવારે 3:30 વાગ્યાથી કરી અને રાત્રે 9:00 વાગ્યા સુધીમાં એક જ દિવસમાં કચ્છના છ અલગ અલગ જગ્યાએ આવેલા ડુંગરોને સર કરવામાં આવે છે.
21 કિલોમીટર જેટલું પગપાળા જંગલોની અંદર
આ વર્ષે ભુજની અંદર આવેલો ભુજીયો ડુંગર પછી નનામો ડુંગર, ધીણોધર ડુંગર, સાંયરો ડુંગર, વિંછીયો ડુંગર અને ખટલો ડુંગર આ પ્રકારના છ અલગ અલગ ડુંગરોનું એક જ દિવસમાં આરોહણ અને અવરોહણ કરવામાં આવ્યું હતું. નનામો અને ધીણોધર ડુંગર કચ્છના સૌથી મોટા ડુંગર છે. આખા દિવસમાં 240 kmની વાહનથી મુસાફરી કરવામાં આવી હતી. લગભગ 20 થી 21 કિલોમીટર જેવું પગપાળા જંગલોની અંદર અને ડુંગરોની અંદર ચાલવાનું થયું હતું
ડુંગર પરથી આહ્લાદક દ્રશ્યો
તદુપરાંત આ દરેક ડુંગરોની કુલ હાઈટની વાત કરવામાં આવે તો 6 ડુંગરોની કુલ હાઇટ લગભગ 5500 ફૂટ જેટલી હાઈટ જે છે એ સર કરવામાં આવી હતી. આ સાહસ એક પ્રકારે અસામાન્ય રીતે સાહસિક અભિયાન છે જે દર વર્ષે કરવામાં આવતું હોય છે. દરેક ડુંગર ઉપર એક અલગ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે ક્યાંક બન્નીનું ગ્રાસ લેન્ડ જોવા મળે છે, તો ક્યાંક કચ્છના તળપદા જંગલોમાંથી પસાર થવાનું રહે છે અને ક્યાંક તમે ઉંચાઈઓ ઉપરથી કચ્છનું મેદાની વિસ્તાર તમે જોઈ શકો છો. શારીરિક થાક તો લાગે જ છે સાથે ઉપર પહોંચીને જે દ્ર્શ્યો જોવા મળે છે તેનાથી માનસિક શાંતિ મળે છે.
કચ્છમાં વિકસી શકે છે એડવેન્ચર ટુરિઝમ
કચ્છમાં પ્રકારના સાહસિક અભિયાનો કરવા જરૂરી છે. આજે ટુરિઝમ ક્ષેત્રે કચ્છ આટલું આગળ વધી રહ્યું છે, રણ ઉત્સવ અને અન્ય કાર્યક્રમો દ્વારા જ્યારે દુનિયાભરના લોકોનું ધ્યાન કચ્છ તરફ છે, ત્યારે કચ્છની જીઓગ્રાફી અલગથી જાણવા માટે અને સાહસપ્રિય જે પ્રવાસીઓ છે, એમને આકર્ષવા માટે આવા એડવેન્ચર ટુરિઝમનું પણ જો આયોજન કરવામાં આવે તો ચોક્કસથી એક બહુ અલગ અને બહુ અલભ્ય જ પ્રકારનો કાર્યક્રમ બની રહે. કદાચ ગુજરાતમાં પણ આજે આ પ્રકારના કોઈ કાર્યક્રમ નથી થતા હોતા. ત્યારે કચ્છ પાસે તક છે કે કચ્છના જે ડુંગરો છે આટલા સુંદર અને અલભ્ય ડુંગરો છે. તેના તરફ જે સાહસ પ્રિય જે ટુરિસ્ટ છે કે જેને સાહસ ગમે છે એને આપણે ચોક્કસથી આકર્ષી શકીએ અને એના દ્વારા કચ્છના ટુરીઝમ ક્ષેત્રે એડવેન્ચર ટુરિઝમનું પણ એક અલગ આયામ આપણે ઉમેરી શકીશું.