Groundnut Oil Prices: રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું બંપર ઉત્પાદન થયું છે તેમ છતાં સિંગતેલના ભાવમાં ભડકો થયો છે અને તેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવાની ભીતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસારામને મળી પાપની સજા : ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી


સીંગતેલના ભાવમાં ફરી ભડકો થતાં મહિલાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ડબ્બા દીઠ રૂ.30નો વધારો ઝીંકાયો છે. આ સાથે જ સીંગતેલના ડબ્બાનો ભાવ 2660 થી 2740 સુધી પહોંચ્યો છે. મગફળીની ખરીદી છતાં સીંગતેલના ભાવમાં સતત વધારો લોકોનો આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. ચાલુ વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થયું છે. 


આ કંપનીએ કર્મચારીઓને 70 કરોડ રૂપિયા વહેંચ્યા, કર્મચારી નોટોના ઢગલે ઢગલા ઘરે લઈ ગયા


રાજકોટમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 30 રૂપિયાનો વધારો થતાં ભાવ 2660-2740 પર પહોંચ્યો છે. મગફળીની ખરીદી ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની આઈટમો ફરીથી મોંઘી થશે.