પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણમાં એક માસ અગાઉ થયેલ પિતા-પુત્રીના મોતના રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. 14 માસની ભત્રીજી અને સગા ભાઈની હત્યા બહેને જે કરી હોવાનું સામે આવ્યું છે. પિતાને પુત્રી પર શંકા જતા તેમણે પુત્રી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ડોકટર પુત્રીની અટકાયત કરાઈ છે. પણ, બહેને બહુ જ સિફતપૂર્વક ઝેર આપીને કેવી રીતે ભાઈ-ભત્રીજીની હત્યા કરી તે જાણીને પગ નીચેથી જમીન ખસી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MLAની લાત ખાનાર મહિલાને મળી ધમકી, ‘જો થવાણીની ખુરશીને કંઈ થયુ તો તારા ઘરને ઉડાવી દઈશું’ 


બન્યું એમ હતું કે, મૂળ પાટણના અને અમદાવાદમાં રહેતા જીગર પટેલ તથા તેમની 14 માસની દીકરીનું તાજેતરમાં મોત થયું હતું. ત્યારે બંનેની મોતમાં જીગર પટેલની બહેન કિન્નરી પર તેના પિતાને શંકા ગઈ હતી. જેથી તેમણે પાટણ શહેર બી ડિવીઝનમાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસ દ્વારા ખુલાસો થયો હતો કે, કિન્નરીએ જ પોતાના ભાઈને ગ્લુકોઝમાં ધતૂરાનો રસ અને ત્યાર બાદ ઝેર આપ્યું હતું. એટલું જ નહિ, તેણે 14 માસની માહીને પણ ઝેર આપ્યું હતું. પિતાએ ફરિયાદ કરતા પોલીસે કિન્નરીની પૂછપરછ કરી હતી. જેમાં તેણે બંને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. 


તમારી ધારણા કરતા વધુ ખતરનાક છે ધતૂરાના બીજ, જેનાથી પાટણમાં એક બહેને ભાઈ-ભત્રીજીને આપ્યું મોત



બદલાયુ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ, વલસાડમાં હળવો વરસાદ પડ્યો


સાત મહિનાથી આપતી હતી ધીમુ ઝેર
કિન્નરી પટેલ ડોક્ટર હોવાથી તે ધતૂરાના રસની અસરથી સારી રીતે વાકેફ હતી. તેણે બીડીએસ ડેન્ટલનો અભ્યાસ કર્યો છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. તેથી તે છેલ્લા 7 મહિનાથી ભાઈ અને ભત્રીજી માહીને ગ્લુકોઝમાં ધતૂરાનો રસ મિક્સ કરીને આપતી હતી. તેણે ખુદ આ વાતની કબૂલાત કરી હતી. પણ, કિન્નરીએ આ બે હત્યાનો કોઈ રંજ ન હતો. તે તો આખા પરિવારને ખતમ કરવાની ફિરાકમાં હતી. તે પોતાના પપ્પા, બહેન અને બનેવીને પણ મારી નાંખવાનું પ્લાનિંગ કરી રહી હતી. જેના માટે તેણે ત્રણ કેપ્સ્યુલ પણ તૈયાર રાખી હતી. 


અમદાવાદ : ઝઘડો કરી રહેલા શખ્સની પાઈપ 20 દિવસની બાળકીને વાગી જતા થયું મોત 



મિલકત માટે હત્યા કરી
પોલીસ તપાસમાં કિન્નરી ક્રુડ ઓઈલનો સટ્ટો કરતી હોવાનું પણ સામે આવ્યું છે. તો તેના પરિવારજનો કહે છે કે, તેણે મિલકત માટે આ હત્યા કરી હોઈ શકે. ત્યારે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, આ મોતમાં કિન્નરી સાથે કોઈ બીજાનો પણ હાથ છે કે નહિ. કિન્નરી પટેલને પોલીસે કોર્ટમાં રજૂ કરી તેના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાંથી સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.