પાટણ : શહેર માં વર્ષ 2019 માં ડેન્ટિસ્ટ ડોક્ટર બહેનને પરિવારમાં માન મોભો તેમજ મિલકત મેળવવાની લાલચને કારણે સગા ભાઈ અને ભત્રીજીને ધતુરાનું ઝેરી પાણી તેમજ સાઈનાઈટ ધીમે ધેમે આપી હત્યા કરી નાખી હતી. આ કેસમાં હવે મહત્વનો ચુકાદો આવ્યો છે. જે અંગેનો કેસ આજે પાટણ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કાળજું કંપાવે તેવી હત્યા મામલે આરોપી બહેનને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 9 કેસ, રાજ્ય વેન્ટિલેટર મુક્ત થયું, માત્ર 67 કેસ એક્ટિવ


પાટણ શહેરમાં વર્ષ 2019 માં ડબલ મર્ડરની ચોકવનરી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરમાં રહેતી કિન્નરી પટેલ કે જેઓ વ્યવસાયે ડેન્ટિસ્ટ ડોક્ટર હતી. તેના સગા ભાઈ જીગર પટેલ અને તેમની દીકરી 14 વર્ષની માહીની હત્યા કરવા માટે ધતુરાનું ઝેરી પાણી અને સાઈનાઈટ આપી ઠંડા કલેજે હત્યા કરી હતી. તેની સાથે તેના સગા ભાઈ જીગરની પત્ની ભૂમિ પટેલની હત્યા કરવા માટે પણ આજ પ્રકારે ધતુરાનું ઝેરી પાણી અને સાઈનાઈટ આપવામાં આવ્યું હતું. 


આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ જ નહી આવે! સરકારની એક ભુલના કારણે પરિણામ નહી આવે


જો કે ભુમીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી કિન્નરીની અટકાયત કરી તેની પૂછપરછ કરતા સમગ્ર મામલાનું રહસ્ય બહાર આવ્યું હતું. કાતિલ કિન્નરીએ પરિવારમાં માન મોભો ન મળતો હોઈ તેમજ મિલકતની લાલચમાં આ ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ કેસ આજે પાટણની એડિશનલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી કિન્નરીને જીવે ત્યાં સુધીની કેદની સજા ફટકારી હતી. ત્યારે આ પ્રકારના ચુકાદાને મૃતકના પરિવારજનોએ યોગ્ય ગણાવ્યો હતો. બીજી તરફ આરોપી તરફે આ ચુકાદાને માન્ય ન રાખી હાઇકોર્ટમાં અપીલ કરવાની વાત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube