અલ્કેશ રાવ/બનાસકાંઠા: વાડિયામાં વર્ષોથી દેહ વ્યાપાર કરતી મહિલાઓએ સંકલ્પ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર, મહીલા ટીડીઓ અને સામાજિક સંસ્થાનો પ્રયાસ ફળ્યો,વાડિયાની મહિલાઓએ  અંબાજી મંદિરમાં આવીને સંકલ્પ કર્યો  હવે દેહ વ્યાપાર કરીશું નહીં અને અગરબત્તી બનાવીને રોજગારી મેળવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે નહીં સચવાય! રખડતા ઢોરને પકડીને ખેડૂતોને મફતમાં આપી દેવાશે, પકડાયા તો ભૂલી જજો


સમગ્ર ગુજરાતમાં એક એવું બનાસકાંઠાનુ વાડિયા ગામ જે દેહ વ્યાપારથી કલંકિત હતું અને જેનું દુષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું. જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા. પરંતુ થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમને એક સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં જે વાડિયા ગામ છે તે આ બદી કાયમી ધોરણે બંધ થાય તે માટે તેમને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા એનજીઓ દ્વારા સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવુ જીવન શરૂ કરવા માટે સખીમંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી તેમને આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી અને તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવું જીવન શરૂ કરશે.


વર્ષ 2024 વાવાઝોડાનુ વર્ષ! 1મે પછી દરિયામા મોટી હલચલ, જાણો અંબાલાલ પટેલની ઘાતક આગાહી
  
આજે વાડિયાની મહીલાઓ પણ અંબાજી મંદિર માં દર્શન કરી પ્રભાવિત થઈ હતી, સાથે સામુહિક સંકલ્પ પણ કર્યો હતો કે અમે કાયમી ધોરણે દેહ વ્યાપાર કરીશું નહીં અને નવી રોજગારી શરૂ કરીશું અગરબત્તી બનાવીશું. અગરબત્તી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું. હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોએ દતક લીધેલા છે. ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી છે.


પહેલા પોરબંદરમાં ગુનેગારોએ ભડાકા કરી VIDEO બનાવ્યો, પછી પોલીસે સર્વિસ કરી Reel બનાવી