અમદાવાદ :નર્મદા ડેમની સપાટી 131 મીટરે પહોંચી જતા ડેમના 26 દરવાજા ખોલી દેવાયા હતા. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ પહેલીવાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચી ગયા હતા. ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાઓને અસર થવાની છે. જેની અસર હવે દેખાવા લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા ડેમના 26 દરવાજા ખોલાયા, મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધીથી નર્મદા જળના વધામણા કર્યાં


નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના ચાંદોદ ગામને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યું છે. મહાલરાવ ઘાટ પાણીમાં ડૂબતા તંત્રએ લોકોને એલર્ટ કરી દીધા છે. તો બીજી તરફ, ડભોઈનાં કરનાડી ગામમાં ઘુસ્યુ નર્મદાનું પાણી ઘૂસ્યું છે. ગામમાંથી કુબેર ભંડારી મંદિર જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. હજી પણ પાણી ધીમી ગતિએ વધી રહ્યું છે. આગામી કલાકોમાં કરનાળી ગામના અનેક વિસ્તારોમાં પાણી પેસે તેવી ભીતી છે. હાલ આ વિસ્તારમાં વરસાદ યથાવત છે.


24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કવાંટમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો


ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 20 ફુટે
નર્મદા ડેમના દરવાજા ખોલાતા ભરૂચ પાસેથી પસાર થતી નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 



3 જિલ્લાને એલર્ટ કરાયા
નર્મદા ડેમના દરવાજા ખોલવાના પગલે રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી છે. નર્મદા યોજના આલેખન ( ડેમ અને આલેખન) વર્તુળ, વડોદરાએ આ પત્ર બહાર પાડ્યો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાના પગલે વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે. ડભોઈ, કરજણ, અને શિનોર તાલુકાના 24 ગામોને એલર્ટ કરાયા છે. જેને પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ આદેશ આપ્યા છે. નર્મદામાંથી પાણી છોડવાના પગલે નદી પટના ગામો ચિતિંત બન્યા છે. તલાટી કમ મંત્રીઓ અને અધિકારીઓને પણ સતર્ક રહેવા સુચના આપી દેવાઈ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :