કચ્છ બેઠું છે Coronavirusના બોંબ પર, આ વાત છે પુરાવો
હાલમાં કોરોના વાયરસના કારણે lockdownની સ્થિતિ છે ત્યારે પણ લોકો કોઈપણ જાતની સલામતી વગર ફરતા જોવા મળે છે.
રાજેન્દ્ર ઠક્કર, ભુજ : ભુજમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ મળ્યા છે ત્યારે જબરદસ્ત બેદરકારીનો માહોલ જોવા મળ્યો છે. આ વાતનો પુરાવો છે ભુજની એપીએમસી માર્કેટ. સવારના ચાર વાગ્યાથી APMCમાં જથ્થાબંધ શાક માર્કેટ ચાલુ થઈ જાય છે અને નાના વેપારીઓ માલની ખરીદી કરવા માટે અહીં આવતા હોય છે. હાલમાં કોરોના વાયરસના કારણે lockdownની સ્થિતિ છે ત્યારે પણ લોકો કોઈપણ જાતની સલામતી વગર ફરતા જોવા મળે છે.
ઝી 24 કલાકના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં આજે જ્યારે આ શાક માર્કેટની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે લોકો કલમ 144નો ડર રાખ્યા વગર સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઉડાવતા જોવા મળ્યા છે. લોકો માસ્ક અને સેનેટાઇઝરના કોઈ પગલાં લીધા વગર મેળો જમાવે છે. શાકમાર્કેટના અગ્રણી સાથે વાત કરતા તેમણે કબૂલ્યું હતું કે અહીં હજારો લોકો આવતા હોય છે અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે કોઈપણ જાતની સેફટી સલામતી વગર જ બધા લોકો ફરતા જોવા મળે છે. અમે વહીવટી તંત્રને આ અંગે વાત તો કરી છે
અહીં એપીએમસી દ્વારા દર 15-20 મિનિટે 25-30 વાહનો ને એન્ટ્રી અપાય છે પરંતુ ખરીદનાર લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે જેથી ભીડ થાય છે. જો આવી જ પરિસ્થિતિ જ રહી તો ચોક્કસથી કોરોના વાયરસને કચ્છમાં વધુ ફેલાતા કોઈપણ રોકી ન શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube