આજે સળગ્યો છે છોટાઉદેપુર જિલ્લો, લાંબા સમયથી સળગી રહેલો તણખો બની ગયો છે ભડકો
આદિવાસીઓની ઓળખ સામે ઊભા થયેલા પ્રશ્નોના કાયમી ઉકેલ અને LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલા અન્યાયને લઈ બંધનું એલાન આપ્યું છે.
છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજે 7 મી ફેબ્રુઆરીએ બંધનું એલાન આપ્યું હતું. આદિવાસીઓની ઓળખ સામે ઊભા થયેલા પ્રશ્નોના કાયમી ઉકેલ અને LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલા અન્યાયને લઈ બંધનું એલાન આપ્યું છે.
ગુજરાતમાં જંગલરાજ ? પાટનગરમાં જ્વેલરી શોપ પર લૂંટના ઇરાદે ફાયરિંગ થતા ચકચાર
લોકરક્ષક દળની ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં પસંદગી ન કરાતા છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજની વસ્તી ધરાવતા તમામ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી છે. બોડેલી પાસે વડોદરા-છોટાઉદેપુર ટ્રેનને રોકીને યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લામા બોડેલી હાલોલ રોડ પર આદિવાસી સમાજે લાકડીઓ અને ધારીયા વડે ઝાડો કાપીને રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ટ્રેન રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે આજે છોટાઉદેપુરમાં બંધનું એલાન છે અને આદિવાસીઓની ઓળખ સામે ઉભા થયેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે જિલ્લામાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. જોકે ટ્રાફિક જામ થવાને કારણે વાહનચાલકો અટવાયા હતા.
અમદાવાદ: સરકારનું સોગંદનામું કલમ 144 હાલની સ્થિતીમાં ખુબ જ જરૂરી
એસટી બસો બંધ
છોટાઉદેપુર જિલ્લામાં બંધને પગલે સાવચેતીના ભાગરૂપે બોડેલી અને છોટાઉદેપુર ડેપો દ્વારા બસની તમામ ટ્રીપો બંધ રાખવામાં આવી છે. જેને પગલે અનેક મુસાફરો અટવાઇ ગયા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ધો.11 અને 12ની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે.
લાંબા સમયથી સમસ્યા
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા સમાજ દ્વારા પછાત જ્ઞાતિના દાખલાને લઇને છેલ્લા ઘણા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. લાંબા સમયથી રાઠવા જ્ઞાતિના આગેવાનોની માંગ છે કે, રાઠવાની આગળ કોળી શબ્દ રાખવામાં આવ્યો છે. અને તે વહીવટી ભૂલના કારણે બન્યું છે. અને તે ભૂલ સુધારીને રાઠવા સમાજના યુવાનોને નોકરીથી વંચિત ન રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે કોઇ ન્યાય નહીં મળતા હવે આદિવાસી રાઠવા સમાજે આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...