મૌલિક ધામેચા, અમદાવાદઃ 31 ડિસેમ્બરની પાર્ટીને લઈ ડ્રગની હેરાફેરી કરનાર કોસ્મેટિકના વેપારી સહિત 6 લોકોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મહત્વનું છે કે વેપારી છેલ્લા 2 વર્ષથી ડ્રગના રવાડે ચઢેલો હતો અને ડ્રગ્સનું વેચાણ પણ કરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેમનગર પાસેથી ચરસના જથ્થા સાથે 6 લોકોની ધરપકડ કરી છે. જોકે આ કિસ્સો ડ્રગ્સના બંધાણી બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન છે. કારણ કે વેપારી પુત્ર પણ આ રેકેટમાં પકડાયો છે. હાલ માં ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ ચરસ સાથે કુલ 11 લાખના મુદ્દામાલ સાથે આ તમામ લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલ શખ્સો રાધનપુરથી ચરસનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચવાના હતા. જોકે આ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમને હકીકત મળી કે  રાજસ્થાનથી ગુજરાતમાં ચરસ આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કસ્ટડીમાં રહેલા આ છ આરોપી પૈકી મેહુલ રાવલ ખેતી કરે છે અને મહેસાણાનો રહેવાસી છે. તે પોતાના મિત્રો કુણાલ પટેલ, અર્જુન સિંહ ઝાલા અને બ્રિજેશ પટેલ સાથે મળી આ ડ્રગ અમદાવાદમાં લાવીને હર્ષ શાહ અને અખિલ ભાવસારને આપવાના હતા. જોકે આરોપી હર્ષ શાહ મૂળ કોસ્મેટિકનો વેપારી છે અને છેલ્લા 2 વર્ષથી ડ્રગનું સેવન કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


આ પણ વાંચોઃ અમદાવાદમાં આવી ગઈ ત્રીજી લહેર!, ગુજરાતના 50 ટકાથી વધુ કેસ માત્ર અહીં નોંધાયા  


મહત્વની વાત એ છે કે શહેરમાં પોષ વિસ્તાર એસ જી હાઇવે, ગુરુકુળ અને સિંધુ ભવન સહિત અન્ય જગ્યા ડ્રગનું વેંચાણ કરવાનું ટાર્ગેટ રાખી પોતે પણ ચરસના બંધાણી થઈ ગયા હતા. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે માત્ર આ પેડલરોની ધરપકડ કરી છે. પરંતુ રાધનપુરનો મૂળ ડ્રગ માફિયા ફરાર છે અને જેને શોધવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્ય સુત્રધારની ધરપકડ અને વધુ પૂછપરછ બાદ જ વધુ ખુલાસા સામે આવી શકે તેમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube