બહુ વાયરલ થયા ગુજરાતના આ ઊંઘણશી શિક્ષક, ક્લાસમાં આવીને રોજ સૂઈ જાય
હાલ ગુજરાત ભાજપની ટીમ કેજરીવાલ સરકારના શિક્ષણના દાવાને પોકળ સાબિત કરવા દિલ્હીમાં ધામા નાંખીને બેસી છે. ત્યાં બીજી તરફ ગુજરાતના એક શિક્ષક વાયરલ એવા વાયરલ થઈ ગયા છે કે લોકો તેમના વીડિયો જોઈને હસી રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ તંત્ર ખાડે ગયુ છે તેનો પુરાવો આપે છે આ શિક્ષક. કઠલાલ તાલુકાની ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક જે રીતે ચાલુ ક્લાસમાં સૂઈ રહ્યા છે તે જોતા ગુજરાતના શિક્ષણના લીરેલીરા ઉડી રહ્યાં છે.
ઝી મીડિયા/બ્યૂરો :હાલ ગુજરાત ભાજપની ટીમ કેજરીવાલ સરકારના શિક્ષણના દાવાને પોકળ સાબિત કરવા દિલ્હીમાં ધામા નાંખીને બેસી છે. ત્યાં બીજી તરફ ગુજરાતના એક શિક્ષક વાયરલ એવા વાયરલ થઈ ગયા છે કે લોકો તેમના વીડિયો જોઈને હસી રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ તંત્ર ખાડે ગયુ છે તેનો પુરાવો આપે છે આ શિક્ષક. કઠલાલ તાલુકાની ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક જે રીતે ચાલુ ક્લાસમાં સૂઈ રહ્યા છે તે જોતા ગુજરાતના શિક્ષણના લીરેલીરા ઉડી રહ્યાં છે.
કઠલાલ તાલુકાની ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના નસીબ ફૂલેટલા છે. કારણ કે, આ શાળામાં ચાર વિષય વચ્ચે એક જ શિક્ષક છે અને આ શિક્ષક જ્યારે પણ ક્લાસમાં આવે ત્યારે ઊંઘતા જ હોય છે. તેમનુ નામ છે રાજેન્દ્રભાઈ પટેલ. શિક્ષક રાજેન્દ્રભાઈના ક્લાસમાં ઊંઘતા વીડિયો હાલ ચારેતરફ છવાઈ ગયા છે.
આ પણ વાંચો : દિનેશ બાંભણિયાનો સરકારને પત્ર, બિન અનામત વર્ગના આયોગ અને નિગમ બંધ કરો, કંઈ કામમાં નથી આવતા
જ્યારે શિક્ષક પર ચાર વિષયો ભણાવવાની જવાબદારી હોય અને શાળા પછાત વિસ્તારમાં હોય ત્યારે શિક્ષકની જવાબદારી વધી જતી હોય છે. પરંતુ જવાબદારી નિભાવવાને બદલે તો તેઓ છટકી જાય છે. ચાલુ ક્લાસમાં જ્યારે જુઓ ત્યારે તે ઊંઘતા જ ઝડપાય છે. આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગામના સરપંચને પણ વારંવાર રજૂઆત કરી હતી, અને તેમણે શાળાની મુલાકાત લઈ શિક્ષકને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. છતા આ સ્થિતિ છે.
જોકે, ફરિયાદ છતા પણ શિક્ષક રાજેન્દ્રભાઈ સુધર્યા નથી, તેમનો ચાલુ ક્લાસમાં ઊંઘવાનો ક્રમ ચાલુ જ હોય છે. જો, ગામડાના શાળાઓની આ જ સ્થિતિ રહી તો કેવી રીતે ભણશે ગુજરાત.