Smart Meter: વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટર એટલેકે, લાઈટના સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલત ચાલી રહી છે. આ સ્માર્ટ મીટરમાં તમારે મોબાઈલની જેમ પહેલાં બિલ ભરવાનું રહે છે અને પછી તમને લાઈટ મળે છે. જો રીચાર્જ કરવાનું રહી જાય તો ચાર પાંચ દિવસ પછી બત્તી થઈ જાય છે ગુલ. એક સમસ્યા નથી, લાઈટના આ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લાગ્યા છે એ લોકોના ડબલ અને ત્રણ ગણા બિલ આવ્યાં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


જોકે, તંત્ર દ્વારા આ લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. ત્યાં તો માત્ર કહી દેવામાં આવે છેકે, બિલમાં દર્શાવે છેકે, તમારા આટલા યુનિટ વપરાયા છે એટલે અની સામે તમારા આટલા પૈસા કપાશે. તો હવે ફરિયાદ ક્યાં કરવાની. આવી સ્થિતિમાં આ આખો વરઘોડો હવે કોર્ટમાં પહોંચ્યો છે.


 



મીટરની માથાકૂટનો મામલો કોર્ટમાં પહોંચ્યોઃ
ઉલ્લેખનીય છેકે, સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. એવી પણ દલીલ કરવામાં આવી છેકે, સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રોહકોનું હિત જોવાયું નથી. મધ્ય ગુજરાત વિજ કંપની લી. દ્વારા જૂના ઈલેક્ટ્રિસિટી મીટર કાઢીને નવા પ્રિ પેઈડ મીટર લગાડવાની શરુ કરાયેલી કાર્યવાહીનો ચોમેર વિરોધ થઈ રહયો છે. આ યોજનાના અમલ સામે કાયદાકીય રીતે વિરોધ નોંધાવી રહેલાં બાજવાના એક નાગરિકે એમ.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર, કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવરના સેક્રેટરી વિગેરે સામે ગુજરાત હાઈકોર્ટમાં પાર્ટી ઈન પર્સન તરીકે યાચિકા દાખલ કરી છે.


શું કહે છે આ અંગે કાયદો?
ભારત દેશના સંવિધાનની કલમ ૧૪ તથા આર્ટિકલ ૨૨૬ તથા ઈલેક્ટ્રિસિટી મેક્ટ ૨૦૦૩ની કલમ ૪૭ની પેટા કલમ ૫ અને ઈલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ વેગેરે કાયદાઓની જોગવાઈઓ અન્વયે ડાયરેક્શન તેમજ ડિક્લેરેશન માટે સ્પેશિયલ સિવીલ એપ્લિકેશન અન્વયે રજુઆત કરી છે. શહેરના કરોડિયા બાજવા રોડ વિસ્તારમાં રહેતાં વાસુદેવ કનૈયાલાલ ઠક્કરે વાચિકામાં જણાવ્યું છે કે, તા.૧૮મી મેના રોજ એમ.જી.વી.સી.એલ. તરફથી એક ઈમેલ આવ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે હયાત વિજ મીટરો દૂર કરીને તેની જગ્યાએ પ્રિ પેઈડ મીટરો ઈન્સ્ટોલ કરવામાં આવશે. આમ કરવા માટે સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ લીધો હતો. 


ભારત દેશની પાર્લામેન્ટના બંન્ને હાઉસમાં તા. ૭મી ફેબ્રુઆરી ૨૦૧૯થી તા.૭મી ફેબ્રુઆરી ૨૦૨૪ વચ્ચેના સમયગાળામાં પસાર કરાયેલા કુલ ૨૪૦ બીલ તથા સુધારા બીલ પૈકીના એપ પણ બીલ કે સુધારા બીલમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઈન્સટોલેશન એન ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશન ૨૦૦૯ના તારીખ ૨૩મી ડિસેમ્બર ૨૦૧૯ના એમેન્ડમેન્ટ ઓફ મીટર રેગ્યુલેશન ૨૦૦૯ના એમેનમેન્ટને પાલામેન્ટની મંજુરી મળી હોવાનું જણાઈ આવતું નથી. તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ અમલમાં લાવવામાં આવેલ રુલ્સમાં પણ પ્રિ પેઈડ સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું દર્શાવ્યું નથી. દેશના તમામ ચીક સેક્રેટરીને પ્રિ પેઈડ સ્માર્ટ મીટરો લગાવવા માટેની સૂચના સાથેનો કોન્સેપ્ટ દર્શાવ્યો છે.