સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા અલગ અલગ ઝોનમાં આવેલ કરોડોના પ્લોટ વેચવા માટેની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે મનપાના વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) એ તેનો વિરોધ કર્યો છે. આપના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકા (SMC) માં છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ દરમ્યાન સુરત મહાનગરપાલિકા (SMC)  એ અનેક ચઢાવ ઉતાર જોયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તથા સુરત મહાનગરની જનતાએ પોતાના ભાગનો ટેક્સ હમેંશા સમયસર ભર્યો છે. એના ફળસ્વરૂપ એક સમય એવો પણ હતો કે સુરત મહાનગરપાલિકા (SMC) ના જકાતના અબજો રુપિયા ડીપોસીટ રૂપે જમા રહેતા હતા. પરંતુ આજે પાલિકાની તિજોરી તળિયાઝાટક થઇ ગઇ છે. 

જસદણની આલ્ફા હોસ્ટેલમાં 555 વિદ્યાર્થીઓને અપાતું હતું શિક્ષણ, મામલતદારે પાડી રેડ


આવા સમયે સુરત પાલિકા (SMC)  સુરત શહેરની જનતાની માલિકીના રીઝર્વેશનના પ્લોટો વેચીને રુપિયા ભેગા કરવા માંગે છે. પણ હકીકત એ છે કે, આ રીતે મિલકતો વેચવાથી ક્યારેય સમસ્યા કાયમી સમાધાન ન થઈ શકે.


આ પ્લોટ (Plot) ખરીદનારા લોકોને પણ વિનંતી સાથે ચેતવણી આપીએ છીએ કે આ પ્લોટ સુરતની દેશપ્રેમી જનતાના છે. એ પ્લોટો આપ ખરીદીને શહેરની જનતાને મળવાપાત્ર સુવિધાથી વંચિત કરતા હોય તે ખરીદનારા ક્યારેય સુખી થઇ શકશે નહીં. 


આ પ્લોટ (Plot) ની ખરીદી ન કરવા માટે આપને સુરતની જનતા તરફથી વિનંતી કરુ છુ અને જો ખરીદી કરશો તો તમારો પણ વિરોધ થશે અને તમે ધારેલા પ્રોજેક્ટ ત્યાં થવા દઈશુ નહીં, કારણ કે સુરતની જનતાએ પોતાના પરસેવાની કમાણીમાથી પોતાની મિલ્કત ખરીદી કરતી વખતે ૪૦ % જગ્યા ભાવી સુવીધાઓ મેળવવા કપાત કરીને મહાનગરપાલિકાને આપેલી છે. એમનો હેતુ ફક્ત ને એટલો જ હોય કે સુરત શહેર માટે ત્યાં કોઈક ને કોઈક જનહિતના પ્રોજેકટ બને માટે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સુરતની જનતાને એ જાણ કરીએ છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube