મુખ્યમંત્રી રૂપાણીને બદલે હવે આ દિગ્ગજ નેતા ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાંચ જગ્યાએ સભાને સંબોધશે.
- રાજકોટમા વોર્ડ નંબર 13 અને 14 માં સ્મૃતિ ઈરાનીની જાહેર સભાનું આયોજન કરાયું
- ભાજપના સ્ટાર પ્રચારકો આજે ગુજરાતભરમાં ઝંઝાવતી પ્રચાર કરશે
ઉદય રંજન/રાજકોટ :વડોદરામાં જાહેરસભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ની તબિયત લથડી હતી અને તેઓ ઢળી પડ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાયા હતા. હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાયા બાદ તેઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. હાલ તેઓ ક્વોરેન્ટાઈનમાં છે. જોકે, તેમની તબિયતથી ભાજપના ચૂંટણી પ્રચાર પર કોઈ અસર પડી નથી. મુખ્યમંત્રીના બદલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (smriti irani) રાજકોટમાં પ્રચાર કરશે તેવી જાહેરાત કરાઈ છે.
સ્મૃતિ ઈરાનીની રાજકોટમાં જાહેરસભા
મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) કોરોના પોઝિટિવ આવતા તેમના તમામ કાર્યક્રમ રદ થયા છે. તો આવતીકાલે સ્મૃતિ ઈરાની મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં 2 સભામાં હાજરી આપશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાંચ જગ્યાએ સભાને સંબોધશે. રાજકોટમા વોર્ડ નંબર 13 અને 14 માં સ્મૃતિ ઈરાનીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની (smriti irani) વોર્ડ નંબર 7 માં લોક સંપર્ક માટે ઘરે ઘરે જશે અને મતદારોને મળશે.
આ પણ વાંચો : ‘ફૂલવડીને વોટ આપો....’ અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં આ શબ્દો કાને અથડાય તો નવાઈ ન પામતા
ભાજપના સ્ટાર પ્રચારકો આજે ગુજરાતભરમાં ઝંઝાવતી પ્રચાર કરશે. ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની વડોદરામાં આજે 2 સભાનું આયોજન કરાયું છે. તો કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ખેડા અને અમદાવદામાં જાહેરસભા યોજાનાર છે.
મુખ્યમંત્રી રૂપાણીની તબિયત બગડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, હાલ તેમની તબિયત સ્થિર છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના સંપર્કમાં આવનાર લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. જોકે, મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલિયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો : ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન 19 વર્ષ બાદ પકડાયો
તો બીજી તરફ, વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભા દરમિયાન તેમના સંપર્કમાં આવેલ 9 નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેમાં મંત્રી યોગેશ પટેલ અને પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિત 6નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ડો જીગીષાબેન શેઠનો RTPCR ટેસ્ટ હજુ પેન્ડિંગ છે. આ તરફ, શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજય શાહ એ કોરોના વેકસીન લીધી છે, જેથી તેમણે ટેસ્ટ કરાવ્યો નથી.